Election Express: મોદીના સિંહના નિવેદન પર અખિલેશનો પલટવાર

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 1 એપ્રિલ: લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે કવાયતમાં જોડાઇ ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. અને આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે અમે વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશું.

દિવસ દરમિયાન રાજકીય પટલ શું બની રહ્યું છે? તે જાણવા માટે માટે વનઇન્ડિયા પર સતત અપડેટ સમાચારો જાણવા સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

અટલ જેવા સારા વક્તા નથી મોદીઃ ઉમા ભારતી

અટલ જેવા સારા વક્તા નથી મોદીઃ ઉમા ભારતી

ભાજપના તેજ તર્રાર નેતા ઉમા ભારતીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સારા વક્તા નતી. તેમણે કહ્યું કે મોદીને ભાષણ આપતા તમે સાંભળ્યા હશે? અટલ બિહારી વાજપાયી અમારા સારા વક્તા છે. ભારતીય રાજકારણમાં તેમની ભાષણ શૈલીની કોઇ બરોબરી કરી શકે નહીં.

બિહારમાં ભાજપ-એલપીજીને 21-29 બેઠકો

બિહારમાં ભાજપ-એલપીજીને 21-29 બેઠકો

એક ચૂંટણી સર્વે અનુસાર બિહારમાં ભાજપ-એલપીજી ગઠબંધનને લોકસભાની ચૂંટણીમાં 21થી 29 બેઠકો મળી શકે છે, પરંતુ ભાજપ પાર્ટી પશ્ચિમ બંગાળમાં સારું પ્રદર્શન નહીં કરી શકે. તૃણમૂલ કોંગ્રેસ 23થી 29 બેઠકો મેળવી શકે છે.

મોદી સામે ઉમેદવારને લઇને કોંગ્રેસ અવઢવમાં

મોદી સામે ઉમેદવારને લઇને કોંગ્રેસ અવઢવમાં

વારાણસીમાં નરેન્દ્ર મોદી સામે કોને ઉમેદવાર રાખવા તેને લઇને કોંગ્રેસ હજુ પણ અવઢવમાં જોવા મળી રહી છે. જો કે, બીજી તરફ કોંગ્રેસ તરફથી ચિદમબરમે કહ્યું છે કે તેઓને હિન્દી આવડતું હોત તો તેઓ મોદી સામે ચૂંટણી લડત. રાશિદ અલ્વીએ પણ કહ્યું કે તેઓ મોદી સામે ચૂંટણી લડવા માગે છે.

દેશનો ચહેરો બદલશે ભાજપઃ અડવાણી

દેશનો ચહેરો બદલશે ભાજપઃ અડવાણી

ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ કહ્યું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો તે ભારતનો ચહેરો બદલી નાખશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અડવાણીએ પોતાની પહેલી સભા સંબોધી છે. જેમાં તેમણે પોખરણમાં પરમાણુ પરીક્ષણમાં આંતરરાષ્ટ્રીય મંચ પર પડેલી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી.

લખનઉમાં રાજનાથ વિરુદ્ધ ‘આપ'ના જાવેદ જાફરી

લખનઉમાં રાજનાથ વિરુદ્ધ ‘આપ'ના જાવેદ જાફરી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ સામે આમ આદમી પાર્ટીએ બૉલિવુડ અભિનેતા જાવેદ જાફરીને મેદાનમાં ઉતાર્યા છે. જેને લઇને આ બેઠકની ચૂંટણી રસાકસીવાળી બની ગઇ છે.

યુપીમાં ભાજપ હાર્યું તો મોદી નહીં બની શકે પીએમઃ મુલાયમ સિંહ યાદવ

યુપીમાં ભાજપ હાર્યું તો મોદી નહીં બની શકે પીએમઃ મુલાયમ સિંહ યાદવ

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી હારી તો નરેન્દ્ર મોદી ક્યારેય વડાપ્રધાન નહીં બની શકે. તેમણે આ વાત પાર્ટી મુખ્યાલયમાં સુન્ની ઉલેમા કાઉન્સિલના નેતાઓ સાથે વાતચીત દરમિયાન કરી છે.

મોદીના સિંહના નિવેદન પર અખિલેશનો પલટવાર

મોદીના સિંહના નિવેદન પર અખિલેશનો પલટવાર

નરેન્દ્ર મોદીએ યુપીએ સરકાર સિંહ સંભાળી નથી શકતી એવું નિવેદન કર્યું હતું. જેના જવાબમાં યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે, તેમણે અમને સિંહ આપ્યા હતા તો અમે તેમને ઝરખ પણ આપ્યા હતા.

English summary
"Have you heard Modi making speeches? Atal Bihari Vajpayee is the best orator of our party. Nobody equals his oratory skills in Indian politics," she said, addressing a BJP workers meet in Jhansi from where she has been nominated by the party for the Lok Sabha polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X