Election Express : ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનનો પરિવાર નરેન્દ્ર મોદીનો ટેકેદાર નહીં બને

Google Oneindia Gujarati News

ચૂંટણીની ગરમીમાં કેટલાક સમાચારો ભકડો બને છે, તો કેટલાક લગાવે છે તડકો. આપ અહીં જાણી શકો છો ચૂંટણી સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ સમાચાર ઇલેક્શન એક્સપ્રેસમાં ટૂંકમાં...

ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનનો પરિવાર નરેન્દ્ર મોદીનો ટેકેદાર નહીં બને

ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનનો પરિવાર નરેન્દ્ર મોદીનો ટેકેદાર નહીં બને


ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનના દીકરા ઉસ્તાદ જામિન હુસેનનું કહેવું છે કે ભાજપમાંથી કોઇનો ફોન આવ્યો હતો અને તેમને નરેન્દ્ર મોદીના ટેકેદાર બનવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ મેં ટેકેદાર બનવાની ના પાડી છે. હું મારા પિતાની જેમ કોઇ પણ રાજકીય પાર્ટી સાથે ઉભો રહેવા માંગતો નથી.

પાકિસ્તાનવાળા મુદ્દે ગિરિરાજસિંહ સામે FIR નોંધાઇ

પાકિસ્તાનવાળા મુદ્દે ગિરિરાજસિંહ સામે FIR નોંધાઇ


નરેન્દ્ર મોદીના વિરોધીઓએ પાકિસ્તાન જવું પડશે તેવું બેજવાબદારી ભર્યું નિવેદન આપનાર ભાજપના નેતા ગિરિરાજ સિંહ વિરુદ્ધ પોલીસે FIR નોંધી છે. દેવધર પોલીસ થાણામાં તેમની સામે વિવિધ કમલો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. તેમની સાથે મંચ પર ઉપસ્થિત અન્ય લોકો સામે પણ કેસ નોંધાયા છે.

મોદી લહેર નથી, રાષ્ટ્રીય આફત છે : જયરામ રમેશ

મોદી લહેર નથી, રાષ્ટ્રીય આફત છે : જયરામ રમેશ


દેશમાં મોદી લહેર ચાલી રહી હોવાના મુદ્દે ટિપ્પણી કરતા કેન્દ્રીય ગ્રામીણ વિકાસ પ્રધાન જયરામ રમેશે જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી લહેર નથી, ઝહેર છે. પહેલીવાર ભાજપ પોતાના નામે નહીં, વ્યક્તિના નામે વોટ માંગી રહી છે.

ટીવી ના જોવે વોટર્સ : સી પી જોશી

ટીવી ના જોવે વોટર્સ : સી પી જોશી

કોંગ્રેસના મહાસચિવ સીપી જોશીએ મતદારોને 24 એપ્રિલ સુધી પોતાના ટેલિવિઝન બંધ રાખવા અપીલ કરી છે. સાથે તેમણે કોંગ્રેસને વોટ આપવા જણાવ્યું છે.

સુલ્તાનપુરમાં બે-બે વરુણ ગાંધી

સુલ્તાનપુરમાં બે-બે વરુણ ગાંધી


ભાજપના રાષ્ટ્રીય સચિવ વરુણ ગાંધીએ લોકસભા માટે જ્યાંથી ઉમેદવારી નોંધાવી છે થે સુલ્તાનપુર બેઠક પર એક નહીં બે વરુણ ગાંધી છે. સુલ્તાનપુરના વ્યાવસાયિક વરુણ ગાંધીએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે.

સોનિયા ગાંધી બિમાર, રેલીઓ થઇ રદ

સોનિયા ગાંધી બિમાર, રેલીઓ થઇ રદ


કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પોતાની મહારાષ્ટ્ર મુલાકાત રદ કરી છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ ઉત્તર મહારાષ્ટ્રના નંદુરબાર અને ધુલે તથા મુંબઇમાં ચૂંટણી સભાઓ સંબોધવાના હતા. સોનિયા ગાંધીની તબિયત ખરાબ હોવાથી તેમનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. હવે મુંબઇની સભા રાહુલ ગાંધી, નંદુરબારમાં ગુલામ નબી આઝાદ અને ધુલેમાં રાજ બબ્બર ચૂંટણી સભાને સંબોધશે.

નરેન્દ્ર મોદી બકરો છે : અજીત સિંહ

નરેન્દ્ર મોદી બકરો છે : અજીત સિંહ


રાષ્ટ્રીય લોકદળ પાર્ટીના નેતા અજીત સિંહએ નરેન્દ્ર મોદી પર એક અયોગ્ય ટીપ્પણી કરી છે. તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યું છેકે ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના નેતા નરેન્દ્ર મોદી એક બકરી છે. મોદી પોતાના ભાષણોમાં મૈં...મૈં શબ્દનો પ્રયોગ કરતા રહે છે. નરેન્દ્ર મોદી વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા અજીત સિંહે કહ્યું કે દેશમાં મોદીના નામની કોઇ લહેર નથી. વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં પણ પ્રમોદ મહાજને ઇન્ડિયા શાઇનિંગનું સૂત્ર લગાવ્યું હતું, પરંતુ ચૂંટણીના પરિણામો બાદ બધુ બરબાદ થઇ ગયું હતું. એ જ રીતે આ વખતે પણ સામાન્ય ચૂંટણીમાં ભાજપનો પરાજય થશે.

ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનનો પરિવાર નરેન્દ્ર મોદીનો ટેકેદાર નહીં બને
ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનના દીકરા ઉસ્તાદ જામિન હુસેનનું કહેવું છે કે ભાજપમાંથી કોઇનો ફોન આવ્યો હતો અને તેમને નરેન્દ્ર મોદીના ટેકેદાર બનવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ મેં ટેકેદાર બનવાની ના પાડી છે. હું મારા પિતાની જેમ કોઇ પણ રાજકીય પાર્ટી સાથે ઉભો રહેવા માંગતો નથી.

English summary
Election Express : Political News-21 April 2014
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X