Election Result: રાજસ્થાન-મધ્ય પ્રદેશ બંને રાજ્યોમાં ભાજપ આગળ, તો શું ના ચાલ્યો જૂની પેન્શન યોજનાનો મુદ્દો?
Assembly Elections Result 2023 BJP vs Congress: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. તાજેતરના વલણોમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) મધ્ય પ્રદેશ અને રાજસ્થાન બંનેમાં આગળ છે.
એમપીમાં વલણો અનુસાર ભાજપને બહુમતી મળતી દેખાઈ રહી છે. પાર્ટી 114 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે કોંગ્રેસ 97 સીટો પર આગળ છે. જ્યારે રાજસ્થાનમાં ભાજપ 99 અને કોંગ્રેસ 95 બેઠકો પર આગળ છે.

લેટેસ્ટ ટ્રેન્ડને જોતા એવું કહી શકાય કે કોંગ્રેસની 'ઓલ્ડ પેન્શન સ્કીમ' (OPS)ના મુદ્દાએ બહુ સારું કામ કર્યું નથી. કોંગ્રેસે રાજસ્થાનમાં તેની સાત ચૂંટણી ગેરંટીઓમાં 'જૂની પેન્શન સ્કીમ'નો મુદ્દો ટોચ પર રાખ્યો હતો.
મુખ્યમંત્રી અશોક ગેહલોતથી લઈને કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ અને સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી તેમની રેલીઓમાં 'ઓપીએસ'ના મુદ્દાને જોરદાર રીતે ઉઠાવતા જોવા મળ્યા હતા. પરંતુ ટ્રેન્ડ જોતા એવું લાગે છે કે રાજસ્થાનની ચૂંટણીમાં આ 'જૂની પેન્શન યોજના' કંઈ ખાસ કરી શકશે નહીં.












Click it and Unblock the Notifications
