Election Rules Amendment : ચૂંટણી નિયમ ફેરફારના વિરોધમાં કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી

Election Rules Amendment : બંધારણને કમજોર કરનારી નીતિઓ માટે કુખ્યાત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હવે ચૂંટણી પ્રક્રિયામાં ફેરફાર કરવા જઈ રહી છે.

હવે કોંગ્રેસે ચૂંટણીના આચાર નિયમો 1961માં ભારત સરકાર દ્વારા કરાયેલા તાજેતરના સુધારા અંગે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી છે.

Election Rules Amendment

આ સુધારા કરીને નરેન્દ્ર મોદી સરકારે CCTV ફૂટેજ, વેબકાસ્ટિંગ રેકોર્ડિંગ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક દસ્તાવેજોનું જાહેર નિરીક્ષણ રોકવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે આ પગલાને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને જવાબદારી માટે ખતરો ગણાવ્યું છે.

જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે ભારતના ચૂંટણી પંચની ભલામણ પર નિયમ 93(2)(A)માં સુધારો કર્યો છે. આ પહેલા ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો જાહેર નિરીક્ષણ માટે ઉપલબ્ધ હતા.આ સુધારા બાદ હવે માત્ર એ જ દસ્તાવેજોની તપાસ કરી શકાશે, જે નિયમોમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા છે.

સરકારે કહ્યું છે કે, સીસીટીવી ફૂટેજ અને અન્ય રેકોર્ડિંગના દુરુપયોગને રોકવા આ પગલું લેવામાં આવ્યું છે. જો કે કોંગ્રેસે તેને પારદર્શિતાને ખતમ કરવાની દિશામાં લેવાયેલું પગલું ગણાવ્યું છે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, આ સુધારો ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા પર હુમલો છે. આ સુધારાથી માહિતી સુધી જનતાની પહોંચ મર્યાદિત થઈ ગઈ છે, જેનાથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા ઘટશે. ભારતના ચૂંટણી પંચે જાહેર પરામર્શ વિના આવા મહત્વપૂર્ણ ફેરફારો કરવા જોઈએ નહીં.

હવે કોંગ્રેસે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી છે. અરજીમાં માગણી કરવામાં આવી છે કે સુધારાને રદ કરવામાં આવે, આ મુક્ત અને ન્યાયી ચૂંટણીના સિદ્ધાંતની વિરુદ્ધ છે.

આ ફેરફાર કેમ ખતરનાક?
પારદર્શિતા પર અસર : આ સુધારા પછી ચૂંટણી પ્રક્રિયા સાથે સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ ડેટાની જનતાની પહોંચ મર્યાદિત થઈ જશે.
વિવાદાસ્પદ પગલું : ટીકાકારો કહે છે કે આ ફેરફાર શાસક પક્ષની તરફેણમાં હોઈ શકે છે.
સુરક્ષા VS પારદર્શિતા : સરકાર કહે છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેરફારો કરવામાં આવ્યા છે, જ્યારે વિપક્ષ તેને લોકશાહી માટે ખતરો ગણાવી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X