Elections 2024: મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી, જાણો રણનીતિ
Elections 2024: સંસદનું ચોમાસુ સત્ર પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા હવે આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે.
મહારાષ્ટ્રમાં હાલ ભાજપ ગઠબંધન સાથે સરકારમાં છે. હરિયાણામાં તે એકલા જ શાસન કરી રહી છે. ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા-કોંગ્રેસ ગઠબંધનની સરકાર છે.
ભારતીય જનતા પાર્ટીએ આ રાજ્યો માટે ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરી છે. ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી તૈયારીઓ અંગે પ્રાથમિક બેઠક પણ યોજવામાં આવી છે.
આ મહિનાના અંત સુધીમાં પ્રથમ યાદી - મીડિયા રિપોર્ટ અનુસાર, BJP આ મહિનાના અંત સુધીમાં ત્રણ રાજ્યો માટે વિધાનસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાની યોજના બનાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર માટે 30-35, હરિયાણા માટે લગભગ 20 અને ઝારખંડ માટે 25 ઉમેદવારોની જાહેરાત કરવાનું કામ ચાલી રહ્યું છે.

નોંધનીય બાબત છે કે, પ્રથમ યાદીમાં તે બેઠકોનો સમાવેશ કરવામાં આવશે, જે ભાજપે છેલ્લી ચૂંટણીઓમાં નજીવા માર્જિનથી ગુમાવી હતી અથવા જીતી હતી. તેમાં SC અને ST સમુદાયો માટે આરક્ષિત કેટલાક મતવિસ્તારોનો પણ સમાવેશ થઈ શકે છે.
વિરોધ પક્ષોને સંદેશ - લોકસભા ચૂંટણી દરમિયાન, SC મતોનો મોટો હિસ્સો ઈન્ડિયા ગઠબંધન તરફ ગયો હતો. સમય પહેલા ટિકિટોની જાહેરાત કરીને, પાર્ટી ઉમેદવારોને SC સમુદાયના વિરોધનો સામનો કરવા માટે પૂરતો સમય આપવા માંગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીને હરિયાણા અને ઝારખંડમાં ટિકિટની જાહેરાત કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. કારણ કે, તે ત્યાંની મોટાભાગની સીટો પર ચૂંટણી લડશે, પરંતુ મહારાષ્ટ્રમાં તેણે તેના સહયોગી શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીને વિશ્વાસમાં લેવી પડશે.
15 ઓગસ્ટ પછી મળશે બેઠક - સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય જનતા પાર્ટીની સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક 15 ઓગસ્ટ પછી મળશે. જેમાં ઉમેદવારોની પ્રથમ યાદી તૈયાર કરવામાં આવશે.
નોંધનીય બાબત છે કે, ગયા વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં જ્યાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો, તે બેઠકો પર ઉમેદવારોની વહેલી જાહેરાત કરવાની આ વ્યૂહરચના ભાજપે અપનાવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ વ્યૂહરચના અસરકારક સાબિત થઈ હતી. કારણ કે, ભારતીય જનતા પાર્ટીએ 2018 માં ગુમાવેલી ઘણી બેઠકો જીતી હતી. હાલમાં આ ત્રણ રાજ્યોમાં સરકારો છે.












Click it and Unblock the Notifications
