Maharastra Election: ઉદ્ધવ ઠાકરેનું મોટુ નિવેદન, કહ્યુ, મહારાષ્ટ્રમાં થઇ શકે છે ચૂંટણી, અણે તૈયાર
Maharastra Election: મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે કહ્યુ કે, રાજ્યમાં ક્યારેય પણ ચૂંટણી થઇ શકે છે. તેના માટે અમે તૈયાર છીએ. રવિારે જલગાવમાં એક ચૂટણી સભાને સંબોધન કરતા ઠાકરેએ કહ્યુ કે, રાજ્યમાં ક્યારેય પણ ચૂટણીની જાહેરાત થઇ સકે છે. તેના માટે અમે તૈયાર છીએ.

જણાવી દઇએ કે, શિવસેના પાર્ટીમાં બે ભાગ પડી ગયા બાદ ઉદ્ધઠ ઠાકરે પાસથી પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ છીનવી લેવામાં આવ્યુ છે. ત્યાર બાદથી આ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોચ્યો છે. ઉદ્ધવ ઠાકરે એ કહ્યુ કે, આ મામલો સુપ્રિમ કોર્ટમા છે અમને આશા છે કે, આ નિર્ણય અણારા પક્ષમાં આવશે. ત્યાર બાદ કઇ પણ ક્યારેય પણ થઇ શકે છે.
શિવસેનામાં જેવી રીતે એકનાથ શિંદે એ બગાવત કરી હતી. અને 40 ધારાસભ્યો સાથે પાર્ટીથી અળગ થઇ ગયા હતા. ત્યાર બાદ શિવસેના બે બાગમાં વહેચાય ગઇ હતી. એક ઉદ્ધવ ઠાકરે અને બીજો ભાગ એકનાથ શિદે પક્ષમાં વહેચાય ગયો છે.
ભાજપા શાસિત રાજ્યમા અસમમાં થોડા દિવસ હોટેલમાં કેમ્પ કર્યા બાદ એકનાથ શિંદેએ ભાજપને સાથે લઇને મહાવિકાસ અઘાડીથી અળગ નવી સરકાર બનાવી હતી. ત્યાર બાદ એકનાથ શિદે રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.
ચુંટણી આયોગે આ વર્ષની શરુઆતમાં શિવસેનાનું અધિકારીક ચૂંટણી ચિન્હ ધનુષ-તીર અે પાર્ટીનું નામ શિંદે ગૃપને આપી દિધુ છે. ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરે એ તેને સુપ્રિમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. અને પાર્ટીનું નામ અે ચૂંટમી ચિન્હને ફરી પરત કરવા માંગ કરી હતી. આ મામલો સુપ્રિમ કોર્ટમાં પેંડિગ છે.
ઉદ્ધવ ઠાકરે દાવો કર્યો છે કે, અમારી સરકારનો કાર્યકાલમાં કોઇ ધર્મના લોકો સાથે અન્યાય નથી થયો. આજે મહાવિકાસ અધાડીએ ત્રણ વર્ષ પુરા કરી લીધઆ છે. તે અમારા પર આરોપ લગાવે છે કે, અમે હિન્દુત્વને છોડી દુધુ છે., પરંતુ સાચ્ચાઇ એ છે કે, અમે કોઇ ધર્મની સાથે અ્ન્યાય નથી થવા દિધો. જેના માટે મે શપથ લીધા હતા. ભેદભાવ વગર કોરોના કાળમાં તમામ ધર્મિક સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીને પડકાર ફેંકતા ઠાકરે કહ્યુ કે, ભાજપા એલાન કરે છે કે, એકનાથ શિંદેના નેતૃત્વમાં આગળ લડશે. શિંદે કેમ્પ પર બોલતા ઠાકરે કહ્યુ કે, તમારી પાસે ખુદનો કઇ આદર્શ નથી. ના કોઇ તમારો નેતા છે. એટલા માટેજ તમે બીજાના આદર્શને પસંદ કરો છો. બીજાના પિતા અને મા ના નામે ચૂંટણી લડો છો.












Click it and Unblock the Notifications
