Electoral Bonds : સુપ્રીમ કોર્ટનો SBI ને આદેશ, ત્રણ અઠવાડીયામાં જણાવે કઈ પાર્ટીને કેટલા બોન્ડ મળ્યા

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની લોકશાહી વિરોધી નીતિઓના સૌથી મોટા પુરાવા એવા ઇલેક્ટરોલ બોન્ડને સુપ્રીમ કોર્ટે સંવિધાન વિરોધી ગણાવીને રદ કરવા આદેશ કર્યો છે. આ સાથે કોર્ટે એસબીઆઈને પણ આંકડા જણાવવા કહ્યું છે.

આ યોજના વર્ષ 2018માં ભાજપ સરકારે શરૂ કરી હતી. તેમાં જોગવાઈ હતી કે કોઈપણ ભારતીય નાગરિક અથવા કંપની SBI શાખામાંથી ઇલેક્ટરોલ બોન્ડ ખરીદી શકે છે.

Electoral Bonds

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ SBI દ્વારા ઇલેક્ટરોલ બોન્ડ જારી કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે આદેશમાં એમ કહ્યું છે કે, SBI એ જાહેર કરે કે ઇલેક્ટરોલ બોન્ડ દ્વારા કઈ રાજકીય પાર્ટીને કેટલું દાન આપવામાં આવ્યું?

SBI દ્વારા રાજકીય પક્ષોને મળેલા દાનની માહિતી ચૂંટણી પંચને આપવામાં આવશે. ચૂંટણી પંચ 31 ​​માર્ચ સુધીમાં SBI તરફથી મળેલી માહિતી પોતાની વેબસાઈટ પર જાહેર કરશે. જે રાજકીય પક્ષોએ અત્યાર સુધી બોન્ડ કેશ કર્યા નથી તેમણે તેમને બેંકમાં પરત કરવા પડશે.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કોર્પોરેટ કંપનીઓ દ્વારા ઇલેક્ટરોલ બોન્ડ દ્વારા આપવામાં આવતા દાન પરની મર્યાદા દૂર કરવાના સરકારના નિર્ણયને મનસ્વી અને ખોટો ગણાવ્યો. કોર્ટે એમ પણ કહ્યું કે એ વાતને નકારી શકાય નહીં કે ઇલેક્ટરોલ બોન્ડ દાન લાંચનું સાધન બની શકે છે.

ઇલેક્ટરોલ બોન્ડ શું છે?
2018માં ભાજપ સરકાર દ્વારા ઇલેક્ટરોલ બોન્ડ યોજના રજૂ કરવામાં આવી હતી. આમાં કોઈપણ વ્યક્તિગત અથવા કોર્પોરેટ કંપનીને રાજકીય પક્ષોને અજ્ઞાત રૂપે દાન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમની શરૂઆત સાથે એવી જોગવાઈ કરવામાં આવી હતી કે જે તેને ખરીદવા માંગે તે SBI શાખામાંથી ખરીદી શકે છે. બોન્ડની માન્યતા અવધિ ઇશ્યૂ થયાની તારીખથી 15 દિવસની છે. આ બોન્ડ એસબીઆઈ શાખા દ્વારા કેશ પણ કરી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X