દિલ્લીના રસ્તાઓ પર ટૂંક સમયમાં ચાલશે નાના આકારની ઈલેક્ટ્રીક મોહલ્લા બસો, આ છે આખો પ્લાન
દિલ્લી સરકારે લોકોની સુવિધા માટે ઇલેક્ટ્રિક મોહલ્લા બસો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં, એવુ કહેવામાં આવ્યુ છે કે દિલ્લી સરકાર ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની સલાહ બાદ શહેરના રસ્તાઓ પર નાના કદની ઇલેક્ટ્રીક મોહલ્લા બસો શરૂ કરવા જઈ રહી છે.
આ અંગે દિલ્લીની કેજરીવાલ સરકાર દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યુ છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે સરકાર આવી 100 બસો ચલાવવા જઈ રહી છે. દિલ્લીના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે મોહલ્લા બસો શહેરના રસ્તાઓ પર દોડતી જોવા મળશે.

સરકાર 2025 સુધીમાં આવી કુલ 2,180 બસો દાખલ કરવાની યોજના ધરાવે છે, જે ફક્ત એવા વિસ્તારોમાં દોડશે જ્યાં રસ્તાની પહોળાઈ ઓછી હોય અથવા રસ્તાઓ વધુ ગીચ હોય. દિલ્લીના નાણામંત્રીએ બજેટ ભાષણમાં મોહલ્લા બસ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ પડોશ અથવા ફીડર બસ સેવા પ્રદાન કરવાનો છે.
9 મીટર લાંબી ઈલેક્ટ્રીક બસો દોડવાથી દિલ્લીના લોકોને ઘણી સુવિધા મળશે. સરકાર દ્વારા એવુ કહેવામાં આવ્યુ છે કે બસ યોજના સફળતાપૂર્વક લાગુ થાય તે સુનિશ્ચિત કરવા માટે, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફૉર ક્લીન ટ્રાન્સપોર્ટ (ICCT) 17 એપ્રિલે આંતરરાષ્ટ્રીય નિષ્ણાત પરામર્શ બેઠકનુ આયોજન કરશે. કૈલાશ ગેહલોત પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરશે.
કૈલાશ ગેહલોતે જણાવ્યુ હતુ કે અમે આ અંગે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનો પ્રતિભાવ ઇચ્છીએ છીએ જેમણે ફીડર બસ ઑપરેશનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.












Click it and Unblock the Notifications
