For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં છે 'છોટા પાકિસ્તાન' અને 'લાદેન નગર'

By Super
|
Google Oneindia Gujarati News

mumbai
મુંબઇ, 3 જાન્યુઆરીઃ ભારતમાં કોઇ ક્ષેત્રનું નામ છોટા પાકિસ્તાન અને લાદેન નગર રાખવામાં આવે તો તેનાથી ઘણુ આશ્ચર્ય જન્માવે છે. મુંબઇ નજીકના નાલા સોપારામાં સ્લમ વિસ્તારોને સ્થાનિક લોકો આ જ નામથી ઓળખે છે. નોંધનીય છે કે આ નામોને આધિકારિક દરરજો પણ મળેલો છે. મહારાષ્ટ્ર રાજ્ય વીજળી વિતરણ કંપની તરફથી જારી કરવામાં આવેલા વીજળી બિલમાં પણ આ નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ક્ષેત્રમાં કનેક્શનની ઓળખ માટે બિલમાં આ નામોનો ઉલ્લેખ કરવામાં આવે છે. એક સમાચાર ચેનલના અહેવાલ અનુસાર, આધાર કાર્ડ બનવવાની પ્રક્રિયામાં સ્થાનિક લોકો તરફથી આવાસ અને સરનામાના પુરાવા માટે જ્યારે પોતાના વીજળી બિલ રજુ કર્યા ત્યારે આ ખુલાસો થયો હતો. નોંધનીય છે કે આધાર કાર્ડ તમામ ભારતીય નાગરીકોને જારી કરવામાં આવી રહ્યાં છે.

સ્થાનિક રહેવાસી જેમાના મોટા ભાગના અલ્પસંખ્યક સમુદાયના છે, તેઓ ક્ષેત્રના આ બ્રાન્ડ નામથી ખુશ નથી. તે પોતાને પાકિસ્તાન અને અલકાયદાના સંસ્થાપક ઓસામા બિન લાદેનના નામ સાથે જોડવામાં આવતા નારાજ છે. આ વિસ્તારનુ સાચું નામ લક્ષ્મી નગર છે. સ્થાનિકોએ દાવો કર્યો છે કે ઘણી વખત ફરિયાદ કરવા છતાં પણ સરકારી અધિકારીઓ આ મામલે ગંભીરતા દાખવી રહ્યાં નથી.

તેમણે જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્ર રાજ્ય વીજળી બોર્ડ(એમએસઇબી)ના અધિકારી આ મામલે બધુ જાણે છે પરંતુ કંઇ કરી રહ્યાં નથી. આ મામલે તપાસમાં ખુલાસો થયો છે કે સંતોષ નગર અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે વ્ચ્ચે પડનારા નાના અમથા વિસ્તારને છોટા પાકિસ્તાન કહેવામાં આવે છે. સ્થાનિકો દાવો કરે છે કે અમુક સમય પહેલાં પોલીસ અને બિલ્ડર માફિયા વચ્ચે હાલત ઘણા તણાવભર્યા હતા. જેના કારણે પોલીસે આ વિસ્તારને છોટા પાકિસ્તાન કહેવાનું શરૂ કરી દીધું હતું.

English summary
In Mumbai's notorious evening rush hour, the drive to Thane's Nallasopara on the outskirts of the city can take over two hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X