Video: 'એણે મા-બહેનની ગાળો દીધી, તો મે માર્યુ', રેસ્ટોરાંમાં એલ્વિશ યાદવે કેમ માર્યો લાફો, ખુદ જણાવી સચ્ચાઈ
Elvish Yadav Video: દેશના પ્રખ્યાત યુટ્યુબર અને 'બિગ બૉસ OTT 2'ના વિજેતા એલ્વિશ યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એલ્વિશ યાદવ જયપુરની એક રેસ્ટોરાંમાં ગુસ્સામાં એક વ્યક્તિને થપ્પડ મારતો જોવા મળે છે.
આ વીડિયો તે સમયનો છે જ્યારે એલ્વિશ યાદવ એક મીટઅપ માટે જયપુર ગયો હતો. વીડિયોમાં જોવા મળે છે કે એલ્વિશ તે વ્યક્તિને મારવા માટે બે વાર જાય છે. હવે જ્યારે આ વીડિયો વાયરલ થયો છે ત્યારે એલ્વિશ યાદવે ઘટનાની સત્યતા જણાવતો ઓડિયો મેસેજ જાહેર કર્યો છે.

ઓડિયો સ્ટેટમેન્ટમાં એલ્વિશ યાદવ કહે છે, "ભાઈ, જુઓ, મામલો એ છે કે, ન તો મને લડવાનો શોખ છે, ન તો મને હાથ ઉપાડવાનો શોખ છે. હું મારા કામથી કામ રાખુ છુ. હું નૉર્મલ ચાલું છું અને જે કોઈ ફોટો પડાવવા માટે કહે તો અમે આરામથી ફોટો પડાવીએ છીએ. પરંતુ, જે કોઈ પાછળથી કમેન્ટ કરે અથવા મા-બહેનની ગાળો દે તેને છોડતો નથી.
એલ્વિશ યાદવે આગળ કહ્યું, "તમે જોઈ શકો છો, અમારી સાથે પોલીસ અને કમાન્ડો હતા. એવું નથી કે અમે કંઈ ખોટું કર્યું છે. આ અંગત હતું. એણે મને પર્સનલ કહ્યુ અને મેં જઈને તેને થપ્પડ મારી. અને ભાઈ, મને એનું કોઈ દુ:ખ નથી કે કોઈ અફસોસ નથી. હું આવો જ છું. તેણે મારી સાથે દુર્વ્યવહાર કર્યો, તો મેં પણ તેની સાથે દુર્વ્યવહાર કર્યો. મારી સ્ટાઈલમાં. તે મોઢેથી બોલી રહ્યો હતો. ભાઈ, હું મારા મોંથી બોલી શકતો નથી.
તમને જણાવી દઈએ કે વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે એલ્વિશ વ્યક્તિને થપ્પડ મારી રહ્યો છે ત્યારે પોલીસ અને કમાન્ડો પણ તેની સાથે છે. પરંતુ હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. એલ્વિશ યાદવ 11 ફેબ્રુઆરી રવિવારના રોજ જેએલએન માર્ગ પર એક કાર્યક્રમ માટે જયપુરમાં હતો. અહીં તેણે તેના ફેન્સ સાથે મીટઅપનું પણ આયોજન કર્યું હતું.
Elvish Yadav Slapped Munawar Fan In Restaurant
— Munna Bhaiya (@Munnabhaiya1i) February 11, 2024
(He was Abusing Hindu Religion and His Mother)
Well done Elvish 1st time full support 👏#ElvishYadav #MunawarFaruqui pic.twitter.com/vFYq0O3J0I
#ElvishYadav statement on slap incident. pic.twitter.com/SBauHMIOev
— The Khabri (@TheKhabriTweets) February 11, 2024












Click it and Unblock the Notifications
