For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈંસેફિલાઈટિસથી બાળકોના મોત પર સુપ્રીમ કોર્ટનું આકરુ વલણ, કેન્દ્ર, બિહાર, યુપી સરકારને નોટિસ

બિહારના મુઝફ્ફરપુરમાં એક્યુટ ઈંસેફિલાઈટસ સિંડ્રોમ (ચમકી તાવ) થી મરનાર બાળકોની સંખ્યા 130 સુધી પહોંચી ગઈ છે. આ બાબતે સુપ્રીમ કોર્ટે પણ આકરુ વલણ અપનાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

બિહારના મુઝફ્ફરપુરમાં એક્યુટ ઈંસેફિલાઈટસ સિંડ્રોમ (ચમકી તાવ) થી મરનાર બાળકોની સંખ્યા 130 સુધી પહોંચી ગઈ છે. આ બાબતે સુપ્રીમ કોર્ટે પણ આકરુ વલણ અપનાવ્યુ છે. સુપ્રીમ કોર્ટે સોમવારે ઉત્તરપ્રદેશ, બિહાર અને કેન્દ્ર સરકારને ઈંસેફિલાઈટસથી બાળકોની મોત માટે નોટિસ આપી છે. કોર્ટે સાત દિવસની અંદર આ સોગંદનામુ દાખલ કરવા જણાવ્યુ છે.

આ પણ વાંચોઃ વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીની હેટ્રિક પર પત્ની હસીન જહાંએ આપ્યુ આ નિવેદનઆ પણ વાંચોઃ વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીની હેટ્રિક પર પત્ની હસીન જહાંએ આપ્યુ આ નિવેદન

સુપ્રીમ કોર્ટે પાઠવી નોટિસ

સુપ્રીમ કોર્ટે પાઠવી નોટિસ

સુપ્રીમ કોર્ટે પોતાની નોટિસમાં કહ્યુ કે કેન્દ્ર, બિહાર અને યુપી સરકારને પૂછ્યુ કે ઈંસેફિલાઈટિસથી થઈ રહેલ બાળકોના મોતને અટકાવવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે. તેમની પાસે કોર્ટમાં ઈંસેફિલાઈટસથી પીડિત બાળકોના સાર્વજનિક આરોગ્ય, પોષણ અને સ્વચ્છતા સાથે સંબંધિત સુવિધાઓનું વિવરણ માંગ્યુ છે. સાત દિવસની અંદર સરકારો પાસેથી સોગંદનામુ દાખલ કરવા માટે કહેવામાં આવ્યુ છે. આરોગ્ય મંત્રાલયના અનુમાન અનુસાર મગજના તાવના 5-35 ટકા કેસમાં જાપાની તાવ વાયરસના કારણે થાય છે.

130 પર પહોંચ્યો આંકડો

130 પર પહોંચ્યો આંકડો

બિહારમાં એક્યુટ ઈંસેફિલાઈટીસ સિંડ્રોમ (ચમકી તાવ)ના કારણે થતા બાળકોના મોત નથી અટકી રહ્યા. આ બિમારીથી મૃતકોની સંખ્યા 130 થઈ ગઈ છે. અધિકૃત આંકડાઓ મુજબ મુઝફ્ફરપુરના શ્રીકૃષ્ણ મેડીકલ કોલેજ અને હોસ્પિટલમાં અત્યાર સુધી 110 બાળકોના મોત નીપજ્યા છે. વળી, મુઝફ્ફરપુરના કેજરીવાલ હોસ્પિટલમાં પણ 20 બાળકોના મોત ચમકી તાવના કારણે થઈ ગયા છે.

નીતીશ સરકાર નિશાના પર

નીતીશ સરકાર નિશાના પર

ચમકી તાવના કારણે બાળકોના મોત બાદ બિહારના સીએમ નીતીશ કુમાર સવાલોના ઘેરામાં છે. રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી)ના નેતા ઉપેન્દ્ર કુશવાહાએ મુઝફ્ફરનગરમાં બાળકોના મોત માટે નીતીશ કુમારને જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યુ કે નીતીશ કુમારના સીએમ પદેથી રાજીનામુ આપી દેવુ જોઈએ. બિહારની નીતીશ સરકારે પહેલી વાર ચમકી તાવ વિશે કાર્યવાહી કરીને એસકેએમસીએચ હોસ્પિટલના સીનિયર રેસિડેન્ટ ડૉક્ટર ભીમસેનને સસ્પેન્ડ કરી દીધા છે.

English summary
Encephalitis deaths:supreme court issues notice to Centre, Bihar and up govt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X