For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરના શોપિયાંમાં સેનાએ 2 આતંકવાદીઓ માર્યા ઠાર, હથિયાર અને દારુગોળો પણ જપ્ત

કાશ્મીર ઘાટીમાં આતંકીઓ સામે સેનાનુ ઑપરેશન ચાલુ છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુઃ કાશ્મીર ઘાટીમાં આતંકીઓ સામે સેનાનુ ઑપરેશન ચાલુ છે. આ દરમિયાન શુક્રવારે સવારે શોપિયાં જિલ્લામાં એક અથડામણ થઈ. જેમાં અત્યાર સુધી બે આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. આ ઉપરાંત તેમની પાસેથી હથિયાર અને ઘણો દારુગોળો પણ જપ્ત કરવામાં આવ્યો. સુરક્ષાબળના જવાન આખા વિસ્તારને ઘેરીને સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા છે. સાથે જ એ પણ શોધવામાં આવી રહ્યુ છે કે બંને આતંકી કયા સંગઠન સાથે જોડાયેલા હતા.

encounter

માહિતી મુજબ સુરક્ષાબળોએ શોપિયાં જિલ્લાના અમશીપોરા વિસ્તારમાં અમુક આતંકવાદીઓ છૂપાયા હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારબાદ સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલિસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપે સર્ચ ઑપરેશન શરુ કર્યુ. જવાનોને પાસે આવતા જોઈ આતંકવાદીઓએ ગોળીબાર શરુ કરી દીધો. ત્યારબાદ જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો. જેમાં બે આતંકવાદી માર્યા ગયા. આતંકીઓ પાસે હથિયાર, દારુગોળો અને વાંધાજનક સામગ્રી હતી. સાથે જ વિસ્તારમાં છૂપાયેલા અન્ય આતંકીઓની પણ શોધ કરવામાં આવી રહી છે.

ત્રણ આતંકી અને એક મદદગારની ધરપકડ

વળી, એક દિવસ પહેલા કાશ્મીરમાં સુરક્ષાબળોએ બે અલગ-અલગ ઑપરેશનમાં ત્રણ આતંકીઓ અને તેમના એક મદદગારની ધરપકડ કરી હતી. એ ચારે મળીને ઘાટીમાં હુમલાની યોજના બનાવી રહ્યા હતા. તેમની પાસેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલિસના જણાવ્યા મુજબ બડગામમાં આતંકી ગતિવિધિઓના સમાચાર મળ્યા હતા જેના પર પોલિસ અને સેનાએ સર્ચ ઑપરેશન શરુ કર્યુ. આ દરમિયાન આરથ વિસ્તારથી લશ્કર આતંકી યાસિર મુશ્તાકની ધરપકડ કરવામાં આવી. તેની પૂછપરછના આધારે ઈરફાન બશીરની પણ ધરપકડ થઈ. વળી, બીજી તરફ બારામુલા પોલિસે બે અન્ય આતંકીઓની ધરપકડ કરી હતી.

English summary
encounter Amshipora area in Shopian ammunition recovered
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X