શ્રીનગર: સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 2 આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં નૌગામ સ્થિત સુથુમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બંને તરફથી સતત ગોળીઓ ચાલી રહી છે.

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં નૌગામ સ્થિત સુથુમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બંને તરફથી સતત ગોળીઓ ચાલી રહી છે. પરંતુ હજુ સુધી આ બાબત સાફ નથી થઇ કે આખા વિસ્તારમાં કેટલા આતંકીઓ સંતાયા છે. પરંતુ આતંકીઓને કોઈ પણ પ્રકારની મદદ ના મળે અને લોકો વચ્ચે અફવાહ ફેલાય નહીં તેના માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. નૌગામ માં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે અને તેમની લાશ પોતાના કબ્જામાં લીધી છે.

encounter

એન્કાઉન્ટર વિશે જાણકારી આપતા જમ્મુ પોલીસે જણાવ્યું કે બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ એન્કાઉન્ટરમાં કોઈ પણ જવાન ઘાયલ નથી થયો. આતંકીઓ પાસેથી ઘણા હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે. તેની સાથે સાથે પોલીસ ઘ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ એન્કાઉન્ટર વિસ્તારમાં નહીં જાય. પોલીસે આ એન્કાઉન્ટર મામલે કેસ નોંધી લીધો છે અને તેની તપાસ કરી રહી છે.

સેન્ટ્રલ કાશ્મીર ડીઆઈજી વીકે બીંદી ઘ્વારા એન્કાઉન્ટર વિશે જાણકારી આપતા જણાવવામાં આવ્યું છે કે અમને આતંકીઓ વિશે પાક્કી માહિતી મળી હતી ત્યારપછી સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યુંm જેમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે, લોકો અમારી ઉપર પથ્થર ફેંકી રહ્યા છે, અમે તેમને અપીલ કરી રહ્યા છે કે તેઓ એન્કાઉન્ટર વિસ્તારમાં ના જાય, જેથી અમે વિસ્તારમાં રહેલા વિસ્ફોટકો અને હથિયારોને હટાવી શકીયે, જે આતંકીઓ પાસે હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X