કુલગામની અથડામણમાં 2 જવાન શહીદ, હિજબુલના 4 આતંકી ઠાર
રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 4 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા. આ આતંકવાદીઓ હિજબુલ મુજાહુદ્દીનના હોવાનું કહેવાઇ રહ્યું છે.
આજે ફરી એકવાર આતંકવાદીઓ દ્વારા પૃથ્વીના સ્વર્ગને લોહીના રંગથી રંગવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ આ કામમાં તેઓ સફળ ન થયાં. રવિવારે સવારે જમ્મુ-કાશ્મીર ના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 4 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા. આ આતંકવાદીઓ હિજબુલ મુજાહુદ્દીનના હોવાનું કહેવાઇ રહ્યું છે.

જાણવા જેવી વાતો
- આ અથડામણ રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના નોપારો ગામમાં થઇ હતી.
- આતંકવાદીઓ એક ઘરમાં ઘૂસીને બેઠા હતા.
- આ જાણકારી મળ્યા બાદ સ્પેશિયલ ફોર્સ, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ ત્યાં પહોંચી ઘરને ચારેબાજુથી ઘેરી લીધું હતું.
- આ પછી આતંકવાદીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરૂ દીધું, જેના જવાબમાં ભારતના જવાનોએ પણ ગોળીબાર કર્યો.
- આ જવાબી હુમલામાં 4 આતંકવાદીઓ ઠાર મરાયા અને ભારતના 2 જવાનો શહીદ થયા.
- ઠાર મરાયેલા આતંકીઓમાંથી 2 કુલગામના જ હોવાની માહિતી મળી છે, જેમાંનો એક મદસ્સિર રેદવાની ગામનો રહેવાસી હતો.
- બીજો આતંકવાદી મહમ્મદ હાશિમ મોહદપોરાનો રહેવાસી હતો. આતંકવાદીઓ પાસેથી 2 રાઇફલ અને દારૂ-ગોળો મળી આવ્યો છે.
- આ વિસ્તારમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલે છે.












Click it and Unblock the Notifications
