જમ્મુ કાશ્મીર: બડગામ, શોપિયાં પછી બારામૂલામાં એન્કાઉન્ટર

જમ્મુ કાશ્મીરના બારામૂલામાં હાલમાં આતંકીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર નોર્થ કાશ્મીર હેઠળ આવનારા બારામુલાના બિનેર ગામમાં ચાલી રહ્યું છે.

જમ્મુ કાશ્મીરના બારામૂલામાં હાલમાં આતંકીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર નોર્થ કાશ્મીર હેઠળ આવનારા બારામુલાના બિનેર ગામમાં ચાલી રહ્યું છે. જમ્મુ કાશ્મીર પોલીસ ઘ્વારા મળેલી જાણકારી અનુસાર તેમને ગામમાં આતંકીઓ સંતાયા હોવાની માહિતી મળી હતી. ત્યારપછી સુરક્ષાબળ ઘ્વારા અહીં કાંસો લોન્ચ કરવામાં આવ્યું. સર્ચ ઓપટ્રેશન દરમિયાન સુરક્ષાબળો પર ફાયરિંગ થઇ અને જોતજોતામાં સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં બદલાઈ ગયું. હજુ સુધી આ એન્કાઉન્ટમાં કોઈ પણ પ્રકારના નુકશાન વિશે જાણકારી નથી મળી. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં ત્રણ-ચાર આતંકીઓ સંતાયા હોય શકે છે.

jammu kashmir

બડગામ, શોપિયાં પછી હવે બારામૂલા

આ સતત ત્રીજો દિવસ છે જયારે ઘાટીમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ પહેલા સોમવારે બડગામમાં અને મંગળવારે શોપિયાંમાં એન્કાઉન્ટર ચાલ્યું હતું. બનેં જગ્યાઓ પર સુરક્ષાબળોએ ત્રણ-ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. શોપિયાંમાં થયેલા એન્કાઉન્ટરમાં રાજ્યના આઇપીએસ ઓફિસરનો ભાઈ પણ માર્યો ગયો હતો. ગણતંત્ર દિવસની તૈયારી વચ્ચે બડગામ, શોપિયાં અને બારામુલાના એન્કાઉન્ટરે સુરક્ષા એજન્સીઓની ઉંગ ઉડાવી દીધી છે.

આ પણ વાંચો: સાઢા ચાર વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં 838 આતંકીઓની મૌત: સરકાર

સુરક્ષાબળો ઘ્વારા ઘાટીમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જયારે રવિવારે પાકિસ્તાન સેના ઘ્વારા એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંગન કરવામાં આવ્યું. પાકિસ્તાન સેના એ રવિવારે જમ્મુ કાશ્મીરના રાજોરી અને કઠુઆ જિલ્લામાં ફાયરિંગ કરી હતી. આ ફાયરિંગમાં કોઈને પણ નુકશાન થયાની ખબર નથી.

આ પણ વાંચો: હૈદર ફિલ્મમાં શાહિદ સાથે જોવા મળેલ કાશ્મીરી યુવાન બન્યો આતંકી, એન્કાઉન્ટરમાં ઠાર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X