જમ્મુ કાશ્મીરના કુલગામમાં એનકાઉન્ટર, ચૌગામમાં 5 આતંકીઓ ઠાર મરાયા

જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના અને સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. કુલગામના ચૌગામમાં ચાલી રહેલ એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ અત્યાર સુધીમાં પાંચ આતંકીઓ ઠાર માર્યા છે.

જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના અને સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. કુલગામના ચૌગામમાં ચાલી રહેલ એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ અત્યાર સુધીમાં પાંચ આતંકીઓ ઠાર માર્યા છે. જમ્મુ કાશ્મીર પોલિસ તરફથી જાણકારી આપવામાં આવી છે તે મુજબ એનકાઉન્ટર અત્યારે ચાલુ છે અને બે આતંકવાદીઓ ફસાયા હોવાની જાણકારી છે. એનકાઉન્ટરના કારણે બારમૂલા અને કાજીગુંડ વચ્ચે ટ્રેન સર્વિસને રોકી દેવામાં આવી છે. ઈન્ટેલીજન્સ બાદ સુરક્ષાબળો તરફથી સર્ચ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યુ હતુ.

kulgam encounter

શ્રીનગરથી 71 કિલોમીટર દૂર એનકાઉન્ટર

જે જગ્યાએ એનકાઉન્ટર થઈ રહ્યુ છે તે જગ્યા રાજધાની શ્રીનગરથી 72 કિલોમીટર દૂર છે. આ પહેલા ગુરુવારે નોર્થ કાશ્મીરના સોપોરમાં સુરક્ષાબળોએ પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર માર્યા હતા. જમ્મુ કાશ્મીર પોલિસના આઈજીપી એસપી પાણી તરફથી આપેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ પાંચ આતંકી ઠાર મરાયા છે અને એનકાઉન્ટર ચાલુ છે.

જમ્મુ કાશ્મીર પોલિસ તરફથી ટ્વિટ કરીને જણાવવામાં આવ્યુ છે કે આ એનકાઉન્ટર પોલિસ અને સુરક્ષાબળો માટે મોટી સફળતા છે. પોલિસ તરફથી આપેલી જાણકારી મુજબ માર્યા ગયેલા આતંકી હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર-એ-તોઈબા સાથે સંબંધિત હતા. આ આતંકી બે બેંક કર્મીઓની હત્યા ઉપરાંત ઘણા વધુ આતંકી ષડયંત્રો અને ઘણા પોલિસ કર્મીઓની હત્યામાં પણ શામેલ હતા. આ ઉપરાંત બેંક લૂટ અને હથિયારોની લૂટમાં પણ તે શામેલ હતા. બધા આતંકવાદીઓ કુલગામના જ રહેવાસી હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X