આતંકવાદ સામેની લડાઇમાં આખો દેશ એકસાથે છે: મનમોહન સિંહ

પ્રધાનમંત્રી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સાથે જમ્મુ અને કાશ્મીર પ્રવાસ પર છે. જ્યારે સોનિયા ગાંધીએ પણ શહીદોને સલામી આપી છે. બે દિવસીય પ્રવાસના પહેલા દિવસે અત્રે એક જનસભાનું સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આખો દેસ આતંકવાદ સામેની લડાઇમાં એકસાથે છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે શ્રીનગરમાં શહીદ થયેલા સેનાના આઠ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. જમ્મુ અને કાશ્મીરના બે દિવસીય પ્રવાસ પર આવેલા સોનિયા ગાંધીએ કિશ્તવાડમાં જનસભાને સંબોધતા જણાવ્યું કે સોમવારે જે આતંકવાદી હુમલાની ઘટના ઘટી છે તેમાં માર્યા ગયેલા જવાનો પ્રત્યે તેમને સહાનુભૂતિ છે.












Click it and Unblock the Notifications
