ઇશ્વરપ્પાએ કર્ણાટક BJP અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રભાવશાળી કુરુબા સમુદાય સાથે સંકળાયેલા ઇશ્વરપ્પાએ પાર્ટી નેતૃત્વને જણાવ્યું હતું કે તે રાજ્ય એકમના અધ્યક્ષ અને મંત્રી તરીકેની એમ બંને જવાબદારીને સંભાળવામાં કઠીનાઇ મહેસુસ કરી રહ્યાં છે.
રાજ્યમાં આગામી મે મહિનામાં વિધાનસભાની ચુંટણી યોજાવવાની છે. 65 વર્ષણા ઇશ્વરપ્પાએ વર્ષ 2010માં યેદુયુરપ્પા મંત્રિમંડળમાંથી રાજીનામું આપી દિધું હતું, પરંતુ જગદીશ શેટ્ટારના મંત્રીમંડળમાં ફરી સામેલ થઇ ગયા. તે ઉપ મુખ્યમંત્રીની ભૂમિકામાં હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના નેતા અરૂણ જેટલીએ શુક્રવારે અહી આવવાની આશા વ્યક્ત કરી હતી. તે નવા અધ્યક્ષની નિમણૂંક વિશે વિચાર-વિમર્શ કરશે.












Click it and Unblock the Notifications
