For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ગરીબોને આવી રીતે મદદ કરી છે Essar, લાખો લોકોની ભૂખ મટાડી

Coronavirus: ગરીબોને આવી રીતે મદદ કરી છે Essar, લાખો લોકોની ભૂખ મટાડી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, જેને પગલે કરોડો ગરીબોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે એસ્સાર ફાઉન્ડેશન ગરીબોના વ્હારે આગળ આવ્યું છે. એસ્સાર ફાઉન્ડેશને ભારતમાં કોવિડ-19 રોગચાળાથી અસરગ્રસ્ત ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ માટે ઉપલબ્ધ કરાવવામાં આવનાર 1.25 મિલિયન ભોજનની પ્રતિબદ્ધતા વધારીને 20 લાખ કરવાનો નિર્ણય લીધો છે.

coronavirus

એસ્સાર ફાઉન્ડેશને સમાજનાં નબળા સમુદાયોને લગભગ 8 લાખ જેટલા ટીફીન પ્રદાન કર્યાં છે, જેમાં બેઘર લોકો, રોજિંદા મજૂરી પર નિર્ભર લોકો, ટ્રાન્સજેન્ડર્સ અને ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓ સામેલ છે. જેમાંથી દરરોજ 20,000 ટીફીન મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર્સ રીલિફ ફંડ માટે અંકિત કરવામાં આવ્યાં છે.

આ ચીજ-વસ્તુઓનું દાન પણ કર્યું છેઃ

  • હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો અને બીએમસી વર્કરોને 150,000 માસ્ક (એન95 અને 3પ્લાય) અને સેનિટાઇઝર્સ
  • હોસ્પિટલો અને પોલીસ સ્ટેશનોને 5,000 પીપીઇ (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ)

આ રાહત સામગ્રીનું વિતરણ સમગ્ર મહારાષ્ટ્રમાં થયું છે, જેને રોગચાળાની સૌથી વધારે અસર થઈ છે. ઉપરાંત ગુજરાત, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં પણ વિતરણ કરવામાં આવ્યું છે. કોવિડ-19 હોટસ્પોટ તરીકે જાણીતા સાઉથ મુંબઈમાં એસ્સાર કેટલીક સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ પોલીસ સ્ટેશનોમાં આવશ્યક તબીબી પુરવઠો પ્રદાન કરે છે.

એસ્સાર ફાઉન્ડેશનના સીઇઓ અને ગ્રૂપ પ્રેસિડન્ટ - કોર્પોરેટ એચઆર શ્રી કૌસ્તુભ સોનાલ્કરે કહ્યું હતું કે, "ભારતની અગ્રણી કોર્પોરેટ પૈકીની એક કોર્પોરેટ તરીકે અમારે માનવું છે કે, અમારા પ્રયાસો વધારવાની અમારી ફરજ છે. લોકડાઉન લંબાવવાથી આપણા સમાજનાં નબળા વર્ગોના લોકોને સૌથી વધુ અસર થશે. આ અભૂતપૂર્વ આપત્તિના સમયમાં તેમને અસ્તિત્વ ટકાવવા આપણા સાથ સહકારની જરૂર છે. અમે ભાગ્યશાળી છીએ કે અમે રાજ્ય સરકારનાં વહીવટીતંત્ર સાથે જોડાણમાં ઝડપથી કામ કરી શક્યાં છીએ, કારણ કે અમે મહારાષ્ટ્ર સરકારનાં કોરોના કન્ટ્રોલ સીએસઆર ગ્રૂપ સાથે જોડાણ ધરાવીએ છીએ. એસ્સાર કોવિડ-19 રીલિફ ફંડ સમગ્ર ભારતમાં વંચિત અને નબળા સમુદાયનાં લોકોને ટેકો આપવાનું ચાલુ રાખશે."

Corona Impact: સોનું તોડશે બધા રેકોર્ડ, 82000ને પાર જશે 10 ગ્રામ ગોલ્ડની કિંમતCorona Impact: સોનું તોડશે બધા રેકોર્ડ, 82000ને પાર જશે 10 ગ્રામ ગોલ્ડની કિંમત

English summary
Essar Foundation intensifying Covid-19 relief efforts with 2 million meals initiative
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X