વીડિયો: યુવતીએ રસ્તાની વચ્ચે છેડતી કરનારની ધુલાઈ કરી
યુપીના મુરાદાબાદમાં એક યુવતીની છેડતી કરતા યુવકનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં યુવતી છેડતી કરતા યુવકને રસ્તાની વચ્ચે મારી રહી છે.
યુપીના મુરાદાબાદમાં એક યુવતીની છેડતી કરતા યુવકનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં યુવતી છેડતી કરતા યુવકને રસ્તાની વચ્ચે મારી રહી છે. યુવતીનો આ બેખોફ અંદાઝ કેમેરામાં પણ કેદ થયો છે. આ વીડિયો સોશ્યિલ મીડિયા પર પણ ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

રસ્તા વચ્ચે છેડતી કરનારની પીટાઈ
આ આખો મામલો મજોલા વિસ્તાર પાસે આવેલા સાંઈ હોસ્પિટલ નજીકનો છે. ગુરુવારે હાઇવે પાસે તે સમયે હંગામો થઇ ગયો જયારે એક યુવતીએ બે છેડતી કરતા યુવકોને પકડીને તેમની પીટાઈ કરવાની શરુ કરી દીધી. યુવતી સતત ચીસો પડતી બંને યુવકો પર વરસી પડી. ઘણા સમય સુધી આ યુવતી બંને છેડતી કરતા યુવકોને પાઠ ભણાવતી રહી. તેને જોવા માટે રસ્તા પર ઘણા લોકોની ભીડ પણ જામી હતી.
આ પણ વાંચો: વીડિયો: પ્રપોઝ કરતા જ છોકરીઓએ છોકરાની લાતોથી પીટાઈ કરી

યુવતીને ફોન કરીને પરેશાન કરતો હતો યુવક
હંગામાની સૂચના પર પોલીસ પણ પહોંચી અને આરોપીને પોતાની સાથે લઇ ગઈ. મળતી જાણકારી અનુસાર આરોપી યુવક છેલ્લા ઘણા સમયથી યુવતીને ફોન કરીને હેરાન કરતો હતો. ગુરુવારે યુવતીના પરિજનોએ યુવકને બોલાવીને પાઠ ભણાવ્યો.












Click it and Unblock the Notifications
