160 ખેડૂતો ઘાયલ થયા તો પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ, પંજાબ સરકારનો કેન્દ્રને જવાબ
પંજાબ સરકારે ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલ એડવાઈઝરી પર પ્રતિક્રિયા આપી છે.
પંજાબ સરકારે કહ્યું કે, એ કહેવું સંપૂર્ણપણે ખોટું છે કે રાજ્ય પ્રદર્શનકારીઓને સરહદ પર એકઠા થવા દે છે.

દાવો કર્યો કે, હરિયાણા પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ, રબર બુલેટ, ડ્રોન અને શારીરિક બળના ઉપયોગથી 160 થી વધુ લોકો ઘાયલ થયા હોવા છતાં પંજાબ સરકારે જવાબદારીપૂર્વક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી છે.
જણાવી દઈએ કે, બુધવારે ખેડૂતોની દિલ્હી ચલો માર્ચ ફરી શરૂ થાય તે પહેલા 14,000થી વધુ લોકો પંજાબ-હરિયાણા બોર્ડર પર 1200 ટ્રેક્ટર-ટ્રોલી અને અન્ય વાહનો સાથે એકઠા થયા હતા. જેના પર ગૃહ મંત્રાલયે બગડતી પરિસ્થિતિને ટાંકીને ચિંતા વ્યક્ત કરી હતી અને પંજાબ અને હરિયાણા સરકારને એડવાઈઝરી જારી કરવામાં આવી હતી.
ગૃહ મંત્રાલયે પંજાબ અને હરિયાણાની સરકારોને તમામ સંજોગોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જણાવ્યું છે. બંને રાજ્યોને એમ પણ કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે. ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલય દરેક ઘટના પર નજર રાખી રહ્યું છે.
પંજાબના મુખ્ય સચિવ અનુરાગ વર્મા દ્વારા બુધવારે લખાયેલા પત્રમાં રાજ્ય સરકારે કહ્યું છે કે તેને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા ગયા દિવસે પસાર કરાયેલા આદેશો મળ્યા નથી, જેમાં ખેડૂતોને ટ્રેક્ટર-ટ્રોલીનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. કોર્ટની વેબસાઈટ પર પણ આદેશ અપલોડ કરવામાં આવ્યો નથી.
તેમણે કહ્યું કે, ખેડૂતો વિરોધ કરવા દિલ્હી જઈ રહ્યા હતા અને આંદોલન પર પ્રતિબંધના કારણે તેમને પંજાબ અને હરિયાણાની સરહદ પર રોકી દેવામાં આવ્યા હતા. પત્રમાં કહેવામાં આવ્યું છે કે હરિયાણા પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા ટીયર ગેસના શેલ, રબર બુલેટ્સ, શારીરિક બળ અને ડ્રોનના કારણે અત્યાર સુધીમાં 160 થી વધુ લોકો ઘાયલ થયા છે. તે પછી પણ પંજાબ સરકારે જવાબદારીપૂર્વક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી છે.












Click it and Unblock the Notifications
