'હું 80માંથી 80 સીટો જીતી જઉ તો પણ EVM પર ભરોસો નથી', અખિલેશ યાદવે ઈવીએમ પર ફરીથી મોદી સરકારને ઘેરી
Akhilesh Yadav On EVM: સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ અખિલેશ યાદવે મંગળવારે 2 જુલાઈએ લોકસભામાં બોલતા EVMની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા છે. અખિલેશ યાદવે કહ્યું છે કે તેમને ક્યારેય ઈવીએમમાં વિશ્વાસ નહોતો અને ક્યારેય થશે પણ નહિ.
અખિલેશ યાદવે કહ્યું છે કે જો તેમની પાર્ટી યુપીની 80 લોકસભા સીટો પર ચૂંટણી જીતે તો પણ તેઓ ઈવીએમ પર વિશ્વાસ નહીં કરે. EVM પર અખિલેશ યાદવે કહ્યું, "મને ગઈ કાલે પણ EVM પર ભરોસો નહોતો, આજે પણ વિશ્વાસ નથી. હું 80/80 સીટો જીતીશ તો પણ ભરોસો નહીં થાય. EVMનો મુદ્દો પૂરો થયો નથી."

સમાજવાદી પાર્ટીએ 18મી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં 80માંથી 37 બેઠકો જીતી છે અને રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જ્યારે ભાજપને 33 અને કોંગ્રેસને 6 બેઠકો મળી છે. અખિલેશ યાદવે કહ્યું- જ્યાં સુધી EVM નહીં હટાવાય, અમે સમાજવાદીઓ અડીખમ રહીશું.
તેમણે કહ્યુ, ''જ્યારે આચારસંહિતા લાગુ થઈ ત્યારે મેં જોયું કે સરકાર અને પંચ પણ કેટલાક લોકો પર મહેરબાન છે. પરંતુ ક્યાંક ને ક્યાંક દોષ તે સંસ્થા (EC) પર પણ મૂકવામાં આવ્યો છે. તેથી, જો તે સંસ્થા નિષ્પક્ષ હશે, તો આપણી લોકશાહી વધુ મજબૂત બનશે. મને ઈવીએમ પર વિશ્વાસ નથી. મેં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ કહ્યું હતું કે ઈવીએમ દ્વારા જીત્યા બાદ હું ઈવીએમને હટાવવાનું કામ કરીશ. જ્યાં સુધી EVMનો મુદ્દો ઉકેલાય નહીં, અમે સમાજવાદીઓ તેના પર અડગ રહીશું.''
લોકસભામાં બોલતા સાંસદ અખિલેશ યાદવે કહ્યું, "અમે જાતિ ગણતરીના પક્ષમાં છીએ. અમે અગ્નિવીર યોજનાને ક્યારેય સ્વીકારી શકીએ નહીં. જ્યારે ઈન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે, ત્યારે અગ્નિવીર યોજનાને રદ કરવામાં આવશે. પાક પરની MSP કાયદેસર છે. બાગાયતી પાકોને પણ એમએસપીની ગેરંટી લાગુ કરવામાં આવી નથી.'' અયોધ્યા ચૂંટણીના પરિણામો પર બોલતા સાંસદ અખિલેશ યાદવે કહ્યું, ''અયોધ્યાની જીત ભારતના પરિપક્વ મતદારોની લોકતાંત્રિક જીત છે.''
#WATCH | On EVMs, Samajwadi Party MP Akhilesh Yadav says,"...EVM pe mujhe kal bhi bharosa nahi tha, aaj bhi nahi hai bharosa, mein 80/80 seats jeet jaun tab bhi nahi bharosa...The issue of EVM has not died" pic.twitter.com/UJIS6hBGQt
— ANI (@ANI) July 2, 2024












Click it and Unblock the Notifications
