For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બધા જાણે છે કે ED-CBI શું કરી રહી છે?-અશોક ગેહલોત

મોદી સરકાર પર સતત ED અને CBI નો દુરૂપયોગ કરવાનો આરોપ લાગી રહ્યો છે. હવે અશોક ગેહલોત આ મુદ્દે કેન્દ્ર સરકાર પર વરસ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : મોદી સરકાર પર સતત ED અને CBI નો દુરૂપયોગ કરવાનો આરોપ લાગી રહ્યો છે. હવે અશોક ગેહલોત આ મુદ્દે કેન્દ્ર સરકાર પર વરસ્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, તમે બધા જાણો છો, ઈડી, સીબીઆઈ, આઈટી શું કરી રહ્યા છે? આખો દેશ ડરી ગયો છે. આ સ્થિતિમાં પણ રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રા ચાલુ રાખી રહ્યા છે. ભારતે એક થવું જોઈએ. બધાએ બંધારણનું પાલન કરવું જોઈએ. તેનાથી જ જ દેશ પ્રગતિ કરી શકશે.

Ashok Gehlot

અશોક ગેહલોતે સડોલા એલિવેટેડ રોડના ઉદ્ઘાટન સમયે કેન્દ્ર સરકાર પર વરસતા પીએમ મોદીને અપીલ કે દેશમાં લોકો વચ્ચે પ્રેમ અને ભાઈચારો જળવાઈ રહે, હિંસા સહન ન કરવી જોઈએ. સીએમ અશોક ગેહલોતે નવનિર્મિત સોડાલા એલિવેટેડ રોડનું લોકાર્પણ કર્યું હતું. આ રસ્તાને ભારત જોડો સેતુ નામ આપવામાં આવ્યું છે. તેને બનાવવામાં 250 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

અહીં તમને જણાવી દઈએ કે, અશોક ગેહલોતે ગુરુવારે આક્ષેપ કર્યો હતો કે ભાજપ રાજસ્થાનના કેટલાક બેરોજગાર યુવાનોને ગુજરાતમાં લલચાવીને અને તેમને દાંડી કૂચ કરાવવા માટે રાજસ્થાનને બદનામ કરી રહી છે. ગેહલોતે કહ્યું કે, ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે, તેથી બની શકે કે ભાજપે ચૂંટણીના કારણે તેમને લલચાવ્યા હોય. અશોક ગેહલોતે કહ્યું કે, નોકરીઓની સૌથી ખરાબ હાલત જો દેશમાં ક્યાંય હોય તો તે ગુજરાતમાં છે, ગુજરાત પોતે નોકરી નથી આપી રહ્યું અને ત્યાંના કર્મચારીઓને પૂરો પગાર પણ નથી મળતો.

English summary
Everyone knows what ED-CBI is doing?-Ashok Gehlot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X