'ભારતમાં રહેનાર સહુ કોઈ હિંદુ છે...', RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ - આપણા પૂર્વજોએ મહાન કામ કર્યા છે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના વડા મોહન ભાગવતે રવિવારે કહ્યુ કે ભારતમાં રહેતા તમામ લોકોની ઓળખ હિંદુ છે.

નવી દિલ્લીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના વડા મોહન ભાગવતે રવિવારે કહ્યુ કે ભારતમાં રહેતા તમામ લોકોની ઓળખ હિંદુ છે. આરએસએસની ફિલસૂફી સમજાવતા આરએસએસના વડા મોહન ભાગવતે શિલોંગમાં એક સભાને સંબોધતા કહ્યુ કે હિંદુ ધર્મ એ કોઈ ધર્મ નથી પરંતુ જીવન જીવવાની રીત છે. મોહન ભાગવતે કહ્યુ કે ભારતમાં બધા હિન્દુ છે કારણ કે તમામ ભારતીયો હિન્દુસ્તાનના રહેવાસી છે. હિમાલયની દક્ષિણમાં, હિંદ મહાસાગરના ઉત્તરમાં, સિંધુ નદીના કિનારે બધા ભારતમાં વસે છે. મોહન ભાગવતે કહ્યુ કે આ વિસ્તારના રહેવાસીઓને પરંપરાગત રીતે હિન્દુ કહેવામાં આવે છે. તેને ભારત પણ કહેવામાં આવે છે.

mohan bhagwat

શિલોંગમાં આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યુ, 'આપણા પૂર્વજોએ મહાન કાર્યો કર્યા છે, આપણે ગણિત, વિજ્ઞાન અને આયુર્વેદ શીખવ્યુ છે, આજે પણ આપણે તે જ કરીએ છીએ, જેમણે શ્રીલંકાને સંકટ સમયે મદદ કરી અને તેમને લોન આપી એ ભારત છે. કોવિડમાં વિશ્વને રસી કોણે આપી? આપણી આપી.' મોહન ભાગવતે કહ્યુ કે ઇસ્લામ ફેલાવનારા મુઘલો અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા બ્રિટિશ શાસકો પહેલા પણ હિન્દુઓ અસ્તિત્વમાં હતા. આરએસએસની વિચારધારા પર પ્રકાશ ફેંકતા મોહન ભાગવતે કહ્યુ કે 'હિન્દુ' શબ્દમાં તે બધા લોકો સામેલ છે જેઓ 'ભારત માતા'ના પુત્રો છે, ભારતીય પૂર્વજોના વંશજ છે અને જેઓ ભારતીય સંસ્કૃતિ અનુસાર જીવે છે.

ધર્માંતરણના ડરને નકારી કાઢતા મોહન ભાગવતે કહ્યુ કે, 'હિન્દુ બનવા માટે ધર્મ પરિવર્તન કરવાની જરૂર નથી કારણ કે અહીં દરેક હિન્દુ છે. ભારત પશ્ચિમી ખ્યાલવાળો દેશ નથી. તે અનાદિ કાળથી સાંસ્કૃતિક દેશ રહ્યો છે. હકીકતમાં, તે એક એવો દેશ છે જેણે વિશ્વને માનવતાનો પાઠ ભણાવ્યો છે.' આરએસએસના મેઘાલય એકમ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાજપના કેટલાય નેતાઓ, હિન્દુ સંગઠનોના સભ્યોએ ભાગ લીધો હતો. મોહન ભાગવતની મેઘાલયની મુલાકાત મહત્ત્વપૂર્ણ છે કારણ કે ત્યાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. 'Z+' સુરક્ષા કવચ ધરાવતા મોહન ભાગવતની મુલાકાતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X