પાકિસ્તાનના પુર્વ પીએમ ઈમરાન ખાન પર ફાયરિંગ, ત્રણ ગોળીઓ વાગી, જાણો હવે કેવી છે તબિયત?
પાકિસ્તાનનું પ્રધાનમંત્રી પદ ગુમાવ્યા બાદ પણ ઈમરાનખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી છે. હવે ઈમરાન ખાન પર જીવલેણ હુમલો થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
પાકિસ્તાનનું પ્રધાનમંત્રી પદ ગુમાવ્યા બાદ પણ ઈમરાનખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી છે. હવે ઈમરાન ખાન પર જીવલેણ હુમલો થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. અહેવાલો અનુસાર, ઈમરાન ખાનને ત્રણ ગોળીઓ વાગી છે અને તેઓ માંડ માંડ બચ્યા છે.

સમાચાર અનુસાર, ઈમરાન ખાનને અંગુઠા પાસે ગોળી વાગી છે. આ બોળીબારમાં ઈમરાન ખાન સિવાય અન્ય 4 લોકો પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ગોળીબારમાં સિંધના પુર્વ ગવર્નર ઈમરાન ઈસ્માઈલ પણ ઘાયલ થયા છે.
بزدلوں اور گیدڑوں نے حملہ کیا لیکن دلیر بہادر حقیقی شیر لیڈر عمران خان گولیوں سے زخمی ہونے کے باوجود اپنے کارکنان کو حونصلہ دے رہا ہے۔ pic.twitter.com/06CHHaziXY
— Farrukh Habib (@FarrukhHabibISF) November 3, 2022
ઈમરાન ખાનની લોંગ માર્ચના સાતમાં દિવસે તેઓ લાહોરથી ઈસ્લામાબાદ જઈ રહ્યા હતા. આ દરમિયાન વજીરાબાદમાં ઈમરાન ખાનના કંટેનર પાસે આ ઘટના ઘટી હતી. આ ઘટનામાં પીટીઆઈના સભ્ય ફૈઝલ જાવેદ ઘાયલ થયા છે અને પોલીસે એક આરોપીની ધરપકડ કરી હોવાના પણ અહેવાલ છે.
પીટીઆઈ નેતા અઝહર મશવાનીએ ટ્વિટર કરીને કહ્યું કે, કે પૂર્વ વડા પ્રધાન સુરક્ષિત છે અને ટીમે ગુનેગારોની ધરપકડ કરી લીધી છે. તેમણે કહ્યું કે, આ ઘટના વજીરાબાદમાં અલ્લાહ હુ ચોક પાસે બની હતી. પીટીઆઈ નેતા ફારૂક હબીબે કહ્યું કે, કાયરોએ તેમનો અસલી ચહેરો બતાવ્યો છે, જેમાં ઈમરાન ખાન ઘાયલ થયા છે.
અહીં તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાન હાલ પાકિસ્તાનમાં હકીકી આઝાદી માર્ચ યોજી રહ્યા છે. આજે સાતમાં દિવસે માર્ચ લાહોરથી શરૂ થઈને ઈસ્લામાબાદ પુરી થવાની હતી. ઈમરાન ખાન હાલ પાકિસ્તાન સરકાર પર સખત પ્રહારો કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
