• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Exclusive: આતંકી હુમલોઃ પાક-ચીનની સામે મજાક બન્યુ ભારત

|

જમ્મુ પાસે કઠુઆમાં શુક્રવારની સવારે થયેલા આતંકવાદી હુમલા માટે તમે કોને જવાબદાર માનો છો? જો તમે કેન્દ્ર સરકારને જવાબદાર માનો છો તો જો કોંગ્રેસે બીજીવાર સરકાર બનાવી તો આગામી પાંચ વર્ષોમાં આ હુમલામાંથી રાહત મળવાની નથી, કારણ કે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં દેશની સુરક્ષા, આંતરિક સુરક્ષા અને વિદેશ નીતિને કોઇ મહત્વ આપ્યું નથી અને આ વાતથી રિટાયર્ડ મેજર જનરલ ગગન દીપ બક્શી અને ડિફેન્સ એક્સપર્ટ ભરત વર્મા પણ સેહમત છે.

આમ તો છેલ્લા 10 વર્ષોમાં કેન્દ્ર સરકાર તરફથી આ તમામ મુદ્દાઓ પર કોઇપણ મોટું પગલું ભર્યું નથી, પરંતુ જાન્યુઆરી 2013થી સ્થિતિ બગડી રહી છે. પછી તે પાકિસ્તાની આર્મી તરફથી સેનાના બે જવાનોનું સર કલમ કરવાની ઘટના હોય અથવા તો પછી ચીન તરફથી અવાર નવાર ઘુષણખોરી કરવાના સમાચાર હોય, અથવા તો ઇટાલિયન મરીનનો મુદ્દો હોય, સરકાર તરફથી એવા મજબૂત પગલાં ભરવામાં આવ્યા નથી જેનાથી પાડોસી દેશોને કડક સંદેશ મળે. તેવામાં અમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે શું સરકાર માટે સુરક્ષા અને વિદેશ નીતિ જેવા મુદ્દા કોઇ મહત્વ ધરાવતા નથી અને શું તેમના માટે માત્ર મતબેંકની પોલીસી જ મહત્વની છે? ચાલો તસવીરો થકી જાણીએ.

દેશ મોટા જોખમ તરફ અગ્રેસર

દેશ મોટા જોખમ તરફ અગ્રેસર

રિટાયર્ડ મેજર જનરલ ગગનદીપ બક્શી સાથે એક્સક્લૂસિવ વાતચીત દરમિયાન તેઓ ઘણા ગુસ્સામાં દેખાયા. તેમણે વન ઇન્ડિયાને કહ્યું કે વર્તમાન યુપીએ સરકારે ન તો રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કંઇ ખાસ કર્યું છે અને ના તો વિદેશ નીતિને લઇને કોઇ મજબૂત પગલા ઉઠાવ્યા છે. પછી તે ઇટાલિયન મરીન કેસ હોય, ચીનની ઘુષણખોરી હોય, સરકારને કોઇ ચિંતા નથી. જનરલ બક્શી અનુસાર સરકારથી કોઇ આશા રાખવા જેવી નથી, પરંતુ જ્યારે ઘોષણાપત્ર જારી થયું તો કોંગ્રેસ પાર્ટીએ એ સાબિત કરી દીધું કે તેની નજરમાં દેશ અને સેનાનું શું મહત્વ છે. જનરલ બક્શી માને છે કે આપણને એક મોટા ફેરબદલની જરૂર છે અને કેન્દ્રમાં એક મજબૂત અને રાષ્ટ્રવાદી સરકારનું આવવું દેશની ભલાઇ માટે જરૂરી છે. તેમણે ચેતાવણી ભર્યા અંદાજમાં કહ્યું કે, જો તેવું ના થાય તો પછી આ દેશ એક મોટા ખતરા તરફ આગળ વધી રહ્યો છે.

પાક, ચીનની નજરમાં મોટી મજાક બન્યું ભારત

પાક, ચીનની નજરમાં મોટી મજાક બન્યું ભારત

જાણીતા રક્ષા વિશેષજ્ઞ અને ઇન્ડિયન ડિફેન્સ રિવ્યૂના લેખક ભરત વર્માએ એક્સક્લૂસિવ વાતચીતમાં કહ્યું કે જમ્મુના કઠુઆમાં થયેલા આતંકવી હુમલામાં એ વાત સાબિત થઇ ગઇ છે કે હવે આતંકવાદીઓનો નિશાનો સેનાના જવાનો જ નહીં પરંતુ તેઓ ભારતીય સેનાના હથિયારોને પણ નષ્ટ કરવા માગે છે. આતંકવાદીઓથી અલગ નક્સલી અવાર નવાર અર્ધસૈનિક દળોને નિશાન બનાવે છે. સરકાર તરફથી અનેક પ્રકારની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ કોઇ મજબૂત પગલું ભરવામાં આવતું નથી. આ બધાની વચ્ચે ગુરુવારે ઇટલી ઇટાલિયન મરીન મુદ્દે અમેરિકા સાથે વાત કરી. જે એ વાત સિદ્ધ કરે છે કે ક્યાંકને ક્યાંક ભારત પોતાને નબળું સાબિત કરી રહ્યું છે.

પાક, ચીનની નજરમાં મોટી મજાક બન્યું ભારત

પાક, ચીનની નજરમાં મોટી મજાક બન્યું ભારત

પાકિસ્તાનના લશ્કર એ તૈયબાના પ્રમુખ હાફિજ સઇદ અવાર નવાર પોતાની વેબસાઇટમાં તો ક્યારેક જનસભામાં દેશને ધમકી આપતા રહે છે, પરંતુ ભારત તરફથી ક્યારેય કોઇ પગલું ભરવામાં આવ્યું નથી. જે પ્રકારે ભારત સરકાર તરફથી વિદેશ નીતિ, આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષા જેવા મુદ્દાઓને ડીલ કરવામાં આવી રહ્યાં છે, તેના કારણે આપણે પાક અને ચીનની નજરમાં એક મોટો મજાક બનીને રહી ગયા છીએ.

વિદેશ નીતિ જેવા કોઇ બિંદુ જ નથી સરકાર પાસે

વિદેશ નીતિ જેવા કોઇ બિંદુ જ નથી સરકાર પાસે

ભરત વર્મા અનુસાર ઘોષણા પત્રમાં કોંગ્રેસ તરફથી આ મુદ્દાઓ પર ધ્યાન નહીં આપવાથી સ્પષ્ટ થાય છે કે તે આ મુદ્દાઓને મહત્વ આપતી નથી. છેલ્લા 10 વર્ષોમાં વિદેશ નીતિ, આતંરિક અને બાહ્ય સુરક્ષા જેવા મુદ્દાઓ પર સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સકાર માત્ર ‘ગાંધીગીરી'માં વિશ્વાસ ધરાવે છે. ભરત વર્માની વાત માનીએ તો સરકાર પાસે ક્યારેય વિદેશ નીતિ જેવું કોઇ મહત્વનું બિંદુ રહ્યું નથી. વર્તમાન સરકારે વિદેશ નીતિને લઇને સુરક્ષા સુધીના મુદ્દાઓ પર બધુ જ ચૌપટ કરી નાંખ્યું છે. ભરત વર્માની વાત માનીએ તો સ્પષ્ટ છે કે કોંગ્રેસ માટે મતબેંકની પોલીસી સૌથી વધારે મહત્વ ધરાવે છે અને આ મુદ્દાઓ પર તેમનો ક્યારેય કડક પ્રતિભાવ આવી શકે નહીં.

સેનાનું આત્મબળ નબળું થાય છે

સેનાનું આત્મબળ નબળું થાય છે

જનરલ બક્શી અને ભરત વર્મા બન્ને એ વાત પર સહમત જણાય છે કે નબળી નીતિઓના કારણે સેનાઓનું આત્મબળ નબળું થાય છે. આખા વિશ્વમાં જે ઓળખ મેળવી છે તે પણ નબળી જણાય છે. જ્યાં સુધી સરકાર પાસે એક મજબૂત નીતિ નહીં હોય ત્યાં સુધી આતંકવાદી, નક્સલવાદ અને અન્ય બીજા મુદ્દાઓનો હલ નહીં મળી શકે.

English summary
India again witnessed the terror attack Friday morning in Kathua district in Jammu Kashmir. Just after the attack on Army's camp here is the reaction came from defence experts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more