Exit poll 2023 : જાણો તમામ રાજ્યોના એક્ઝિટ પોલ એક જ જગ્યાએ, બીજેપી-કોંગ્રેસમાંથી કોણ આગળ?
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું મતદાન પુરૂ થયા બાદ તમામ રાજ્યોના એક્ઝિટ પોલ સામે આવ્યા છે. આ વખતે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં બીજેપી-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે તો મિઝોરમ અને તેલંગાણાં ક્ષેત્રિય પાર્ટીઓ ટક્કર આપી રહી છે.
મધ્યપ્રદેશમાં મામા શિવરાજ સિંહના દિવસો પુરા થઈ ગયા હોવાના સંકેત મળ્યા છે તો રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટની લડાઈમાં કોંગ્રેસ સત્તા ગુમાવી શકે છે. બીજી તરફ છત્તીસગઢમાં ભુપેશ બઘેલ સત્તા સાચવી શકે છે. તમામ રાજ્યના અલગ-અલગ એક્ઝિટ પોલ પર નજર કરીએ.

રાજસ્થાન - કુલ સીટ 200
એબીપી ન્યૂઝ-સી વોટર
કોંગ્રેસ : 71-91
બીજેપી : 94-114
અન્ય : 0
ઇન્ડિયા ટુડે - એક્સિસ માય ઇન્ડિયા
કોંગ્રેસ : 86-106
બીજેપી : 80-100
અન્ય : 0
ટાઇમ્સ નાઉ-ETG
કોંગ્રેસ : 56-72
બીજેપી : 108-128
અન્ય : 13-21
આ તમામ સર્વેનો નિષ્કર્ષ તારવી શકાય કે રાજસ્થાનમાં બીજેપી સારૂ પ્રદર્શન કરી રહી છે અને પોલ પ્રમાણે પરિણામ આવ્યા તો અશોક ગેહલોત સત્તા ગુમાવી રહ્યા છે.
છત્તીસગઢ - કુલ સીટ 90
ટાઇમ્સ નાઉ - ઇટીજી
કોંગ્રેસ : 48-56
બીજેપી : 32-40
અન્ય : 2-4
ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા
કોંગ્રેસ : 40-50
બીજેપી : 36-46
અન્ય : 1-5
ABP-C વોટર
કોંગ્રેસ : 41-53
બીજેપી : 36-48
અન્ય : 0-4
આ તમામ એક્ઝિટ પોલ પરિણામોમાં પરિવર્તિત થાય તો છત્તીસગઢમાં ભુપેશ બઘેલ સત્તા સાચવી રહ્યા છે. બીજેપી માટે અહીં નિરાશા હાથ લાગી શકે છે.
મધ્યપ્રદેશ - કુલ સીટ 230
એબીપી ન્યૂઝ-સી વોટર
કોંગ્રેસ : 113-137
બીજેપી : 88-112
અન્ય : 2-8
દૈનિક ભાસ્કર એક્ઝિટ પોલ
કોંગ્રેસ : 105-120
બીજેપી : 95-115
અન્ય : 0
ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા
કોંગ્રેસ : 68-90
બીજેપી : 140-162
અન્ય : 0-2
મધ્યપ્રદેશના તમામ એક્ઝિટ પોલને જોતા મામા શિલરાજ સિંહનું સત્તામાંથી પેકઅપ થઈ રહ્યું છે. અહીં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને સત્તામાં આવી શકે છે.
તેલંગાણા - કુલ સીટ 119
ઇન્ડિયા ટીવી-સીએનએક્સ
બીઆરએસ : 31-47
કોંગ્રેસ : 63-79
બીજેપી : 2-4
AIMIM : 5-7
અન્ય : 0
ચાણક્ય સ્ટ્રેટેજીસ્ટ
બીઆરએસ : 22-31
કોંગ્રેસ : 67-78
બીજેપી : 6-9
AIMIM : 6-7
અન્ય : 0
રિપબ્લિક ટીવી-મેટ્રિઝ
બીઆરએસ : 46-56
કોંગ્રેસ : 58-68
બીજેપી : 4-9
AIMIM : 5-7
અન્ય : 0
એક્ઝિટ પોલ અનુસાર, 10 વર્ષથી સત્તામાં રહેલી સ્થાનિક પાર્ટી બીઆરએસને સત્તામાંથી ઉખાડીને કોંગ્રેસ સત્તામાં આવી રહી છે. જો આમ થશે તો આ કોંગ્રેસ માટે મોટી સફળતા હશે.
મિઝોરમ - કુલ સીટ 40
રિપબ્લિક ટીવી-મેટ્રિઝ
MNF : 17-22 ZPM : 7-12
BJP : 1-2
INC : 7-10
ટાઇમ્સ નાઉ-ઇટીજી
MNF : 14-18
ZPM : 10-14
BJP : 0-2
INC : 9-13
એબીપી ન્યૂઝ-સી મતદાર
MNF : 15-21 ZPM : 12-18
BJP : 0
INC : 2-8
મિઝોરમમાં સત્તા માટે લડી રહેલી કોંગ્રેસને એક્ઝિટ પોલમાં નિરાશા હાથ લાગી રહી છે. અહીં બીજેપી અને કોંગ્રેસ બન્ને માટે સારા સમાચાર નથી. કેમ કે જોરામ પીપલ મુવમેન્ટ પાર્ટીને સત્તામાંથી હટાવીને મિઝો નેશનલ ફ્રન્ટ સત્તા પર કબ્જો કરતી જોવા મળી રહી છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
