એક્ઝિટ પોલ : કોંગ્રેસના મોટા માથાઓની થશે હાર
નવી દિલ્હી, 14 મે : એક્ઝિટ પોલના પરિણામો પર એક નજર કરીએ તો આ વખતે કોંગ્રેસના અનેક મોટા માથા ઝુકી જશે એવું લાગી રહ્યું છે. એબીપી વીઆઇપી પોલમાં કાયદા મંત્રી કપિલ સિબ્બલને ચાંદની ચોક સીટ પર ત્રીજા સ્થાન પર દર્શાવવામાં આવ્યા છે.
આ બેઠક પર તેમનો મુકાબલો ડૉ હર્ષવર્ધન અને આપના આશુતોષ સાથે હતું. દિલ્હી વિધાનસભા ચુંટણીમાં મુખ્યમંત્રી ઉમેદવારના રૂપમાં રજૂ કરવામાં આવેલા ડૉ. હર્ષવર્ધન બાજી મારી શકે છે. જો કે પરિણામ અવવાનું બાકી છે. પરિણામ આવતા સ્પષ્ટ થઇ જશે કે કોંગ્રેસનું ભવિષ્ય કેવી દિશામાં છે.

એક્ઝિટ પોલ અનુસાર ટેલિકોમ રાજ્ય મંત્રી મિલિંદ દેવડા અને ઉર્જા રાજ્ય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ચૂંટણી હારી રહ્યા હોવાનું તારણ આવી રહ્યું છે. દેવડાને મુંબઇની દક્ષિણ સીટ પર શિવસેનાના અરવિંદ સાવંત અને સિંધિયાને મધ્યપ્રદેશની ગુના સીટ પર ભાજપના જયભાન પવૈયાના હાથે પરાજયનો સામનો કરવો પડી શકે એમ છે. બાગપતમાં ઉડ્ડયન મંત્રી અજીત સિંહની સ્થિતિ પણ નબળી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
દેશભરમાં હાઇપ્રોફાઇલ બેઠકો પર કરાવવામાં આવેલા એક્ઝિટ પોલ અનુસાર અમેઠીમાં રાહુલ ગાંધીની જીત નિશ્ચિત માનવામાં આવે છે. રાહુલને પડકાર આપનારા સ્મૃતિ ઇરાની બીજા ક્રમે અને આપના કુમાર વિશ્વાસ ત્રીજા ક્રમે આવવાના છે. જો કે એક્ઝિટ પોલ કરનારાઓને કોંગ્રેસના એક નેતાએ નોબેલ પ્રાઇસ આપવાની ઘોષણા કરી છે.












Click it and Unblock the Notifications
