For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exit Poll : ગોવા વિધાનસભામાં ફરી કેસરિયો લહેરાશે?

શું ગોવામાં ફરી કમળ ખીલશે. આ સવાલનો જવાબ 11મી માર્ચે મળશે પણ તે પહેલા ગોવા વિધાનસભાની ચૂંટણી માટે એક્ઝિટ પોલ શું કહે છે જાણો.

|
Google Oneindia Gujarati News

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઇ ચૂકી છે. પણ 11મી માર્ચે આ પર મતગણતરી કરવામાં આવશે ત્યારે સ્પષ્ટ થશે કે કંઇ પાર્ટીને કેટલા મત મળ્યા પણ તે પહેલા ગોવા વિધાનસભાની ચૂંટણી 2017 માટે એક્ઝિટ પોલ શું કહે છે વિગતવાર વાંચો અહીં. નોંધનીય છે કે ગોવામાં લાંબા સમય પછી કમળ ખીલ્યું છે. અને હાલ ભાજપ આ પ્રદેશની સૌથી મોટી પાર્ટી છે. તો બીજી તરફ પહેલી વાર આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને ઉતાર્યા છે. અને ભાજપને ગોવામાં ટક્કર આપવાનો પ્રયાસ કર્યો છે. તો બીજી તરફ ભાજપને મનોહર પર્રિકર પર ભરોસો છે.

goa

સી વોટર્સ અને ઇન્ડિયા ટીવીના એક્ઝિટ પોલ મુજબ ગોવામાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવશે. પોલ મુજબ ગોવામાં બીજેપીની 15-21 તો કોંગ્રેસને 12-18 સીટો મળવાની સંભાવના છે. નોંધનીય છે કે ગોવામાં વિધાનસભાની 40 સીટો છે.

ન્યૂઝ એક્સ અને એમઆરસી ના એક્ઝિટ પોલમાં ગોવામાં ભાજપ સૌથી મોટી પાર્ટી હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. તેમના અનુમાન અનુસાર ગોવામાં ભાજપ સૌથી વધુ વોટ શેર સાથે 15 સીટો જીતી શકે છે. કોંગ્રેસ પણ 15 સીટો જીતી શકે છે, આમ આદમી પાર્ટી 7 તથા ભાજપના સહયોગી એમજીને 2 સીટો મળી શકે છે. અપક્ષને 6 સીટો મળવાની શક્યતા દર્શાવાઇ છે.

ઇન્ડિયા ટુડે-માય એક્સિસ ઇન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર ગોવામાં ભાજપને 18-22 સીટો મળી શકે છે. કોંગ્રેસને 9-12, આપ પાર્ટીને 0-2, ભાજપની સહયોગી એમજીને 3થી 6 તથા અન્યોને 1-3 સીટો મળવાની સંભાવના છે.

English summary
Read here all the latest update on Exit poll for Goa assembly elections 2017.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X