For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exit Polls: બધા જ એક્ઝિટ પોલમાં ભાજપની જીત, કોંગ્રેસનાં વહેતાં પાણી

Exit Polls: બધા જ એક્ઝિટ પોલમાં ભાજપની જીત, કોંગ્રેસનાં વહેતાં પાણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 21મી ઓક્ટોબરે હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. હવે 24મી ઓક્ટોબરે ચૂંટણીના પરિણામ જાહેર થઈ જશે તે પહેલા એક્ઝિટ પોલ પર નજર ફેરવી લો, જેમાં થોડું ચિત્ર સ્પષ્ટ થતું જણાશે કે કયા રાજ્યમાં કઈ પાર્ટી તરફ પલડું ભારે જણાઈ રહ્યું છે. અહીં વિવિધ ચેનલના એક્ઝિટ પોલમાં ભાજપ ફરીથી હરિયાણા અને મહારાષ્ટ્રમાં સત્તા પર કબ્જો જમાવી શકશે કે કોંગ્રેસ સત્તામાં વાપસી કરશે? અહીં જુઓ તમામ એક્ઝિટ પોલ.

Exit Polls

જણાવી દઈએ કે હરિયાણામાં કુલ 90 વિધાનસભા સીટ પર મતદાન તયું છે જેમાં બહુમત માટે કોઈપણ પાર્ટીએ 45 સીટની જરૂરત છે. જ્યારે મહારાષ્ટ્રની કુલ 288 વિધાનસભા સીટ પર મતદાન થયું છે, અહીં બહુમતીનો જાદુઈ આંકડો આંબવા માટે કોઈપણ પાર્ટીએ 144 સીટ પર જીત હાંસલ કરવી પડશે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શું કહે છે એક્ઝિટ પોલના આંકડા

News18- IPSOS

ભાજપ- 243,
કોંગ્રેસ 41,
અન્ય- 04

Times Now

ભાજપ- 230,
કોંગ્રેસ 48,
અન્ય 10

India Today-Axis

ભાજપ- 166થી 194
કોંગ્રેસ- 72થી 90
અન્ય- 22થી 34

Jan Ki Baat

ભાજપ- 223
કોંગ્રેસ- 54
અન્ય- 11

ABP Cvoter

ભાજપ- 204,
કોંગ્રેસ- 69
અન્ય- 15

TV9-CICERO
ભાજપ- 197
કોંગ્રેસ- 75
અન્ય- 16

NewsX-CNX

ભાજપ- 188-200
કોંગ્રેસ- 74-89
અન્ય- 6-10

તમામ એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધન આરામથી બહુમતી હાંસલ કરી રહ્યું છે. અમુક એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં ભાજપ ખુદના દમે પણ ચૂંટણી જીતી રહ્યો છે. ત્યારે એક્ઝિટ પોલ મુજબ ફરીથી મહારાષ્ટ્રની ખુરશી પર દેવેન્દ્ર ફડવણીસ બેસી શકે છે. જણાવી દઈએ કે વિધાનસભાની 2014ની ચૂંટણીમાં પણ મહારાષ્ટ્રમાં ભાજપ પક્ષ એકલા હાથે જ જીત્યો હતો.

હરિયાણા વિધાનસભા એક્ઝિટ પોલના આંકડા શું બોલે છે? જાણો

India News- Pollstrat

ભાજપ- 75-80
કોંગ્રેસ- 09-12
અન્ય- 00-01

News18 - IPSOS

ભાજપ- 75
કોંગ્રેસ- 10
અન્ય- 5

Times Now

ભાજપ- 71
કોંગ્રેસ- 11
અન્ય- 08

Republic-Jan Ki Baat

ભાજપ- 57
કોંગ્રેસ- 17
અન્ય- 16

TV9 - Bharatvarsh

ભાજપ- 47
કોંગ્રેસ- 23
અન્ય- 20

ABP-CVoter

ભાજપ- 72
કોંગ્રેસ- 8
અન્ય- 10

કુલ 90 બેઠક ધરાવતી હરિયાણા વિધાનસભામાં જીત માટે કોઈપણ પક્ષને 45 સીટની જરૂરત છે. જો કે ભાજપ આસાનીથી જાદુઈ આંકડાને પાર કરી ગયો છે. જ્યારે કોંગ્રેસના અહીં વહેતાં પાણી જોવા મળ્યાં છે. હરિયાણામાં કોંગ્રેસ બહુ ખરાબ સ્થિતિમાં દેખાઈ રહી છે.

Maharashtra & Haryana Election Exit Poll Results 2019 LIVE: ભાજપ કે કોંગ્રેસ? એક્ઝિટ પોલમાં કોણ આગળMaharashtra & Haryana Election Exit Poll Results 2019 LIVE: ભાજપ કે કોંગ્રેસ? એક્ઝિટ પોલમાં કોણ આગળ

English summary
Exit Polls: will bjp retain power in haryana and maharashtra? know before result
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X