નાણાં મંત્રાલયની જાહેરાત 500-1000 રૂપિયાની નોટ હવે બેંક નહીં બદલાય

Posted By:
Subscribe to Oneindia News

કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા જાહેરાત કરી છે કે 500 અને 1000 રૂપિયાની નોટની અદલા બદલી હવે નહીં થાય. વધુમાં 500 રૂપિયાની નોટોનો ઉપયોગ 15 ડિસેમ્બર સુધી કરી શકાશે. આ નોટો પેટ્રોલ પંપ, દવાની દુકાન, ટોલ ટેક્સ, પાણી-વિજળીના બિલ જમા કરાવવા અને બાળકોની ફિસ ભરવા માટે ઉપયોગમાં લઇ શકાશે. સાથે જ તમે 500 રૂપિયાની નોટથી પ્રીપેડ મોબાઇલ ફોનને રિચાર્ઝ પણ કરાવી શકાશે.

currency

500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ
500 અને 1000 રૂપિયાની નોટ શુક્રવારથી બેંકની નહીં બદલવામાં આવે. નાણા મંત્રાલયે આ અંગે જાણકારી આપતા કહ્યું કે માત્ર 1000 રૂપિયાની નોટ જ ખાતામાં જમા થઇ શકશે.

notes

15 ડિસેમ્બર સુધી ચાલશે 500ની નોટ
વધુમાં સરકારે નિર્ણય લીધો છે કે 500ની નોટ હવે 15 ડિસેમ્બર સુધી ચાલશે. 500 રૂપિયાની આ નોટ તમે પેટ્રોલ પંપ, દવાની દુકાન, ટોલ ટેક્સ અને પાણી વિજળીના બિલ અને બાળકોની સ્કૂલની ફિસ ભરવામાં વાપરી શકશો. 500 રૂપિયાની આ નોટથી પ્રીપેડ મોબાઇલ પણ રિચાર્ઝ થશે.

bank

1000ની નોટ
જો કે 1000 રૂપિયાની નોટનો ઉપયોગ આજથી બંધ થઇ ગયો છે. હવે બેંકોમાં 1000 અને 500ની અદલા બદલી નહીં થઇ શકે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે અનેક ફરિયાદો મળી રહી છે કે લોકો નોટની અદલ બદલ કરવાની કાળા બજારી કરી રહ્યા છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

1000 notes

ટોલ પ્લાઝા
ટોલ પ્લાઝા 2 ડિસેમ્બર સુધી બિલકુલ ફ્રી છે. કોઇ પણ ટોલ પ્લાઝા પર પૈસા બે ડિસેમ્બર સુધી નહીં આપવામાં પડે. 3 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ટોલ પ્લાઝા પર 500 રૂપિયાની નોટ સ્વીકારવામાં આવશે.

money


વિદેશી નાગરિક
નવા નિયમો મુજબ વિદેશી નાગરિક હવે દર અઠવાડિયે 5 હજાર રૂપિયા સુધી વિદેશી મુદ્રાનું વિનિમય કરી શકાશે. જે અંગેની જાણકારી તેમના પાસપોર્ટ પર પણ જોવા મળશે. કન્ઝ્યૂમર કોઓપરેટિવ સ્ટોર્સમાં એક વારમાં 5000 રૂપિયા સુધીની ખરીદી કરી શકાશે.

English summary
Extension on exemption of old notes for essential services under consideration.
Please Wait while comments are loading...