યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે વિદેશમંત્રી એસ જયશંકર રશિયા જશે, જાણો કેમ જઈ રહ્યા છે?
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચરમસીમાએ છે. એક તરફ રશિયા પરમાણુ યુદ્ધની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ છે ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર રશિયાના પ્રવાસે જઈ રહ્યા છે.
નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચરમસીમાએ છે. એક તરફ રશિયા પરમાણુ યુદ્ધની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ છે ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર રશિયાના પ્રવાસે જઈ રહ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકર 8 નવેમ્બરે મોસ્કોની મુલાકાતે જઈ રહ્યા છે. વધતી જતી વૈશ્વિક ચિંતાઓ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર 8 નવેમ્બરે સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત માટે રશિયા જઈ રહ્યા છે.

જયશંકરની રશિયાની આયોજિત મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે વાર્ષિક સમિટને લઈને અટકળો ચાલી રહી છે. જો કે, સમિટને લઈને બંને તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. આ સમિટ 2022માં રશિયા દ્વારા યોજાવાની હતી.
રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ ગુરુવારે મોસ્કોમાં જણાવ્યું હતું કે, લવરોવ આવતા મહિને જયશંકર સાથે વાતચીત કરશે અને દ્વિપક્ષીય સંબંધોની વર્તમાન સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય કાર્યસૂચિ પર ચર્ચા કરશે. આ મુલાકાતને લઈને ભારતીય પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે, આ બાબતથી માહિતગાર લોકોના મતે, જયશંકરની મુલાકાત ખૂબ જ ટૂંકી હોવાની અપેક્ષા છે અને તેમાં લવરોવ અને અન્ય અગ્રણી રશિયન અધિકારીઓ સાથેની બેઠકોનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
