For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ASK' બટનથી ફેસબુક પર ખુલ્લેઆમ ફ્લર્ટ કરવાની સુવિધા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 મે : ઇન્ટરનેટની દુનિયામાં ફ્લર્ટ કરવાની વાત નવી નથી. આ ચલણ ઘણા વર્ષોથી ચાલ્યુ આવે છે. વાત જ્યારે સોશિયલ નેટવર્કિંગ સાઇટની આવે તો ફ્લર્ટ કરવો એ જાણે ટ્રેન્ડ બની ગયો છે.

હવે સૌપ્રથમવાર એવું બની રહ્યું છે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ફ્લર્ટને વધારે સરળ બનાવવામાં આવ્યું છે. આવો પ્રયત્ન વિશ્વની સર્વાધિક લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર કરવામાં આવ્યો છે.

ફેસબુક પર ફ્લર્ટ કરવાને થોડું સરળ બનાવી દેવામાં આવ્યું છે. આ માટે ફેસબુકે નવું ફીચર ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. આ ફીચરનું નામ છે આસ્ક. આ ફીચરમાં યુઝર્સને સીધે સીધું ફ્લર્ટ કરવાની તક આપવામાં આવી છે. આ ફીચર કેવી રીતે કામ કરે છે તે આગળ ક્લિક કરીને જાણો...

ફેસબુક પર આસ્ક બટન

ફેસબુક પર આસ્ક બટન

જે લોકોને પોતાની ફેસબુક પ્રોફાઇલ પેજ પર રિલેશનશિપ અંગે કશું જ નથી જણાવ્યું, તેવા લોકોને પેજ પર બાકી લોકોને માટે આસ્કનું એક બટન દેખાશે.

પોપ અપ બોક્સ

પોપ અપ બોક્સ

આસ્ક બટનની મદદથી લોકો રિલેશનશિપ અંગે પૂછી શકશે. જો આપના પેજ પર દેખાતા આસ્કના બટનને કોઇ દબાવશે કે ક્લિક કરશે તો એક નાનકડું પોપઅપ બોક્સ ખુલશે.

મેસેજ મોકલી ફ્લર્ટ માટે ઇન્વાઇટ કરો

મેસેજ મોકલી ફ્લર્ટ માટે ઇન્વાઇટ કરો

આ પોપ અપ બોક્સમાં આપે એક મેસેજ લખવાનો રહેશે. અહીં મહત્વની બાબત એ છે કે આમ માત્ર આપના ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ હોય તેવી જ વ્યક્તિ સાથે રિલેશનશિપ સ્ટેટસ પૂછી શકશો.

ફ્લર્ટ સ્ટેટસ જણાવો

ફ્લર્ટ સ્ટેટસ જણાવો

ત્યાર બાદ આપને તેમના મેસેજ સાથે રિલેશન્સની એક લિસ્ટ મળશે. જેમાં આપ ટિક માર્ક કરીને પોતાનું સ્ટેટસ બતાવી શકશો.

ઇચ્છા મુજબ સ્ટેટસ મુકો

ઇચ્છા મુજબ સ્ટેટસ મુકો

ફેસબુકે એ બાબતનું પણ ધ્યાન રાખ્યું છે કે જો આપ ઇચ્છશો તો જ પોતાનું રિલેશનશિપ સ્ટેટસ બતાવી શકશો.

સ્ટેટસ કોઇ જોઇ શકશે

સ્ટેટસ કોઇ જોઇ શકશે

ફેસબુક દ્વારા એ જ જગ્યાએ એ બાબતનો પણ વિકલ્પ આપ્યો છે કે આપના આ સ્ટેટસને માત્ર રિલેશન પૂછનાર વ્યક્તિ જોઇ શકશે કે તમામ વ્યક્તિ જોઇ શકશે.

ઓનલાઇન ડેટિંગ

ઓનલાઇન ડેટિંગ

ઓનલાઇન ડેટિંગ સાઇટના વધતા ચલણને કારણે ફેસબુકે આ ફીચર રજૂ કર્યું છે. કારણ કે આ ફીચરનો ઉપયોગ લોકો ડેટ અંગે પૂછવા માટે કરી શકે છે.

English summary
If you've been eyeing someone on Facebook whose profile doesn't list a relationship status, the company is making it easier to find out if he or she's single. Facebook has rolled out a new "ask" feature for those profile pages that don't list relationship statuses.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X