ભેદભાવના આરોપો પર કોંગ્રેસને ફેસબુકે આપ્યો જવાબ
વેણુગોપાલના આરોપો પર ફેસબુક તરફથી હવે સફાઈ આપવામાં આવી છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસ નેતા અને પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને પત્ર લખીને ફેસબુકના ભારતીય એકમ પર આરોપ લગાવ્યો હતો કે તેણે સત્તારુઢ ભારતીય જનતા પાર્ટી માટે નરમ વલણ અપનાવી રહ્યુ હતુ અને હેટ સ્પીચ મામલે પક્ષપાત કર્યો. વેણુગોપાલના આરોપો પર ફેસબુક તરફથી હવે સફાઈ આપવામાં આવી છે. ફેસબુક તરફથી કહેવામાં આવ્યુ છે કે અમે બિન-પક્ષપાતી છે, અમારો પ્રયત્ન છે કે એ સુનિશ્ચિત કરીએ તે ફેસબુક એક એવુ મંચ બનાવે જ્યાં લોકો સ્વતંત્ર થઈને પોતાનુ મંતવ્ય જણાવી શકે. અમે પૂર્વાગ્રહના આરોપોને ઘણી ગંભીરતાથી લઈએ છે અને કોઈ પણ પ્રકારની કટ્ટરતા તેમજ ઘૃણાનો અસ્વીકાર કરીએ છીએ.

તમને જણાવી દઈએ કે કેસી વેણુગોપાલે ફેસબુકને બે વાર પત્ર લખ્યો હતો. આમાં તેમણે પૂછ્યુ હતુ કે છેવટે ભાજપ સાથે કંપનીના ભારતીય એકમે પક્ષપાત કેમ કર્યો. વેણુગોપાલે માંગ કરી હતી કે આ સમગ્ર મામલે તપાસ કરાવવામાં આવે. વળી, ભાજપ આઈટી પ્રમુખ અમિત માલવીયે કહ્યુ હતુ કે રાહુલ ગાંધી અને તેમની પાર્ટીએ સોશિયલ મીડિયા જ નહિ પરંતુ દેશની જનતાને ફગાવી દીધી છે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીને લાગે છે કે ચૂંટણીમાં તેમની પાર્ટી હાર માટે તેમના સિવાય બધા જવાબદાર છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા અમેરિકી અખબાર વૉલ સ્ટ્રીટ જનરલે એક સમાચારમાં દાવો કર્યો હતો કે ફેસબુક ભારતમાં સત્તાધારી પાર્ટીના પક્ષમાં હેટસ્પીચ માટે નરમ વલણ દાખવી રહ્યુ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ફેસબુક ભારતમાં પબ્લિક પૉલિસી ડાયરેક્ટર અંખી દાસને આ વિશે સૂચના હતી પરંતુ દાસે કર્મચારીઓને કહ્યુ કે ભારતમાં સત્તાધારી પાર્ટી પ્રત્યે કડકાઈ બિઝનેસ માટે યોગ્ય નથી. સમાચાર છપાયા બાદ કોંગ્રેસે ભાજપ પર જોરદાર હુમલો કર્યો હતો અને ભાજપ અને ફેસબુકમાં સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ અને સંસદની સૂચના અને પ્રોદ્યોગિકી બાબતોની સ્થાયી સમિતિના પ્રમુખ શશિ થરુરે કહ્યુ કે તે સંસદીય પેનલની બેઠક બોલાવશે જેમાં ફેસબુકના પ્રતિનિધિઓને હાજર થવા માટે કહેવામાં આવશે.












Click it and Unblock the Notifications
