Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Fact Check: કોરોનાના કારણે 4 મે સુધી લંબાઈ શકે છે લૉકડાઉન, જાણો શું છે સચ્ચાઈ

અત્યારે જેટલી ઝડપથી કોરોના વાયરસ(કોવિડ-19)નુ સંક્રમણ ફેલાઈ રહ્યુ છે એટલી જ ઝડપથી તેના વિશેની અફવાઓ પણ ફેલાઈ રહી છે.

અત્યારે જેટલી ઝડપથી કોરોના વાયરસ(કોવિડ-19)નુ સંક્રમણ ફેલાઈ રહ્યુ છે એટલી જ ઝડપથી તેના વિશેની અફવાઓ પણ ફેલાઈ રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક નકલી મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં ઈન્ડિયા ટુડેના ન્યૂઝ બુલેટીનનો હવાલો આપીને કહેવામાં આવી રહ્યુ છે કે કોરોના વાયરસના કારણે દેશમાં જે લૉકડાઉન લાગ્યુ છે, તેને 4 મે સુધી લંબાવી દેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે.

lockdown

વાયરલ થઈ રહેલ આ નકલી મેસેજને ફોટોશૉપ કરવામાં આવ્યો છે. આમાં પ્રધાનમંત્રીએ ત્રણ સપ્તાહના લૉકડાઉનની ઘોષણાવાળા સમાચારને હટાવીને તેની જગ્યાએ 'લૉકડાઉન 4 મે સુધી કરવામાં આવ્યુ છે' તેવુ લખવામાં આવ્યુ છે. બંને ફોટામાં પ્રધાનમંત્રા કપડા ફણ એક જેવા જ દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે 24 માર્ચે દેશના નામે સંબોધન બાદ પ્રધાનમંત્રીએ ફરીથી સંબોધન નથી કર્યુ. તેમણે શુક્રવારે માત્ર વીડિયો સંદેશ જારી કર્યો છે જેમાં લૉકડાઉન વિષે કંઈ પણ કહેવામાં આવ્યુ નથી.

આ ઉપરાંત સરકારે પણ સોમવારે કહ્યુ છે કે દેશમાં વેપાર ઠપ્પ પડ્યો છે. એવામાં હાલમાં લૉકડાઉન આગળ લંબાવવાની કોઈ યોજના નથી. પીઆઈબી તરફથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યુ છે કે, અમુક એવી અફવાઓ અને મીડિયા રિપોર્ટ છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 21 દિવસનુ લૉકડાઉન ખતમ થયા બાદ સરકાર આને આગળ લંબાવી દેશે. આ રીતના રિપોર્ટ્સને કેબિનેટ સચિવે ફગાવી દીધા છે અને કહ્યુ છે કે આ આધારહીન છે. દેશભરમાં લૉકડાઉન માત્ર 14 એપ્રિલ સુધી જ રહેશે. લૉકડાઉનની ઘોષણા એટલા માટે કરવામાં આવી હતી જેથી લોકો પોતાના ઘરોમાં સુરક્ષિત રહે અને કોરોના વાયરસનો સામૂહિક ફેલાવ ન થઈ શકે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X