For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: પાણીથી નહિ રોકાય કોરોના વાયરસનુ સંક્રમણ

સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 15 મિનિટના અંતરે પાણી પીવાથી કોરોના વાયરસથી બચી શકાય છે. ચાલો જાણીએ આની હકીકત..

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે આના વિશેની અફવાઓનો દોર પણ ચાલુ છે. રોજેરોજ કોરોનાના ઈલાજના દાવા કરતા મેસેજ વાયરલ થઈ રહ્યા છે જેના માટે સરકાર અને વિવિધ આરોગ્ય સંગઠનો તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે કોરોના વાયરસની કોઈ વેક્સીન ઉપલબ્ધ નથી. સરકારે આ વિશે એડવાઈઝરી જારી કરી છે કે કોરોના વાયરસ માટે કોઈ અફવા ના ફેલાવો અને તેના પર વિશ્વાસ ન કરો. તેમછતાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 15 મિનિટના અંતરે પાણી પીવાથી કોરોના વાયરસથી બચી શકાય છે.

NDMAએ ફગાવ્યો દાવો

NDMAએ ફગાવ્યો દાવો

જે લોકોને આ મેસેજ મળ્યો છે એ લોકોને જણાવી દઈએ કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી(NDMA)એ પણ આ મેસેજને જોયા બાદ ફેક્ટ ચેક કર્યુ. એનડીએમએએ કહ્યુ, ‘એ દાવો કે ભીનુ ગળુ, કોરોના સંક્રમણથી બચાવી શકે છે. જ્યારે હકીકત એ છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. આ દાવાના પક્ષમાં કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી.'

પાણી પીવાથી કોરોના વાયરસનુ સંક્રમણ રોકાતુ નથી - WHO

પાણી પીવાથી કોરોના વાયરસનુ સંક્રમણ રોકાતુ નથી - WHO

વિશ્વ આરોગ્ય સંગઠને પણ કહ્યુ છે કે ‘કોરોના વાયરસ ગરમ હવામાનમાં જીવિત રહી શકે છે. કોવિડ-19 એ દેશોમાં ફેલાઈ રહ્યો છે જ્યાં ગરમ અને ધુમ્મસભર્યુ હવામાન છે અને સાથે એ દેશોમાં જ્યાંનુ જળવાયુ ઠંડુ અને શુષ્ક છે. એક અન્ય નિવેદનમાં ડબ્લ્યુએચઓએ કહ્યુ, પાણી પાવાથી હાઈડ્રેટેડ રહેવુ સમગ્ર સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે પરંતુ આ કોરોના સંક્રમણને ફેલાતુ નથી રોકતો.'

દુનિયાભરમાં 21 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે

દુનિયાભરમાં 21 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે

આ પહેલા પણ આ રીતના દાવા કરવામાં આવતા રહ્યા છે પરંતુ ડબ્લ્યુએચઓએ આ તમામ દાવાઓને ફગાવી દીધા છે અને લોકોને અફવાઓથી બચવાની સલાહ આપી છે. કોરોના વાયરસ વિશે એક અન્ય અફવા પણ ઝડપથી ફેલાઈ રહી હતી કે માઉથવૉશના કોગળા કરવાથી કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય છે. આના પર ડબ્લ્યુએચઓએ સ્પષ્ટ કર્યુ હતુ કે હજુ સુધી એ વાતના કોઈ પુરાવા નથીમળ્યા કે માઉથવૉશ તમને કોરોનાના ઈન્ફેક્શનથી બચાવી શકશે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે આખી દુનિયાભરમાં 21 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે આનાથી 4.7 લાખ લોકો સંક્રમિત છે.

English summary
fact check: No, moist throat does not prevent coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X