દુઃખ ભરેલું છે, પીળી સાડી વાળી આ મહિલાનું અંગત જીવન, જાણો અહીં
લોકસભા ચૂંટણીના મતદાન દરમિયાન એક મહિલાની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ. પીળી સાડી વાળી મહિલા અધિકારીની સુંદરતા અને પર્સનાલિટીના ચર્ચા થવા લાગ્યા.
લોકસભા ચૂંટણીના મતદાન દરમિયાન એક મહિલાની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ. પીળી સાડી વાળી મહિલા અધિકારીની સુંદરતા અને પર્સનાલિટીના ચર્ચા થવા લાગ્યા. તેવી સ્થિતિમાં આજે સોશ્યિલ મીડિયા પર દરેક લોકો તેમને ઓળખી ચુક્યા છે. રિના દ્રિવેદી નામની આ મહિલા લખનવમાં પીડબ્લ્યુડી અધિકારી તરીકે કામ કરે છે. તેમની ફોટો વાયરલ થવા પર એવી પણ અફવાહો ઉડી હતી કે તેઓ મિસ જયપુર રહી ચુક્યા છે. તેવી સ્થિતિમાં તેમને જાતે મીડિયા અમે આવીને કહ્યું કે તેઓ મિસ જયપુર નથી રહ્યા અને આવી કોઈ પણ પ્રકારની સ્પર્ધામાં તેમને ક્યારેય પણ ભાગ નથી લીધો. તેમની આ ફોટો મીડિયા કર્મીઓ ઘ્વારા ત્યારે લેવામાં આવી જયારે તેઓ મતદાન કેન્દ્ર તરફ જઈ રહ્યા હતા.
આ પણ વાંચો: આ મહિલા અધિકારીની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ, જાણો હકીકત

રિનાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા છે
મૂળ રૂપે ઉત્તરપ્રદેશના દેવારિયાની રહેવાસી રિના લખનવના પીડબ્લ્યુડી વિભાગના કનિષ્ઠ સહાયક તરીકે કામ કરે છે. વર્ષ 2004 દરમિયાન તેમના લગ્ન પીડબ્લ્યુડી વિભાગમાં કામ કરતા સિનિયર સહાયક સંજય દ્રિવેદી સાથે થયા હતા. પરંતુ વર્ષ 2013 દરમિયાન તેમના પતિની મૌત થઇ ગઈ, જેને કારણે તેઓ સદમામાં ચાલ્યા ગયા. ત્યારપછી પતિની જગ્યા પર તેમને નોકરી આપવામાં આવી રીનાનો એક 13 વર્ષનો દીકરો પણ છે.

નાનપણથી ફીટ રહેવાનો શોખ
ન્યુઝ 18 ખબર અનુસાર રીનાને બાળપણથી જ ફિટ રહેવાનો શોખ છે. તેની સાથે તે ફોટો સેશન પણ કરાવે છે. તેમને જણાવ્યું કે તેઓ ખુબ જ સમજી વિચારીને કપડાંની પસંદગી કરે છે. તેઓ હંમેશા આવી રીતે જ તૈયાર થઈને ઓફિસ જાય છે.

ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાની ઓફર પણ મળી ચુકી છે
રીનાની મોહનલાલગંજના નગરામ પોલિંગ બૂથમાં ડ્યુટી હતી, જ્યાંથી તેઓ ચર્ચામાં આવ્યા. તેઓ કહે છે કે તેમને ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળી હતી પરંતુ તેમને તે ઓફર નકારી કાઢી. તેની સાથે તેમને જણાવ્યું કે હવે સોશ્યિલ મીડિયા પર તેમના લાખો ફોલોવર્સ થઇ ગયા છે. તેમને કહ્યું કે હવે તેમને ફિલ્મોમાં કામ કરવાનો ચાન્સ મળશે તો તેઓ તેના પર ચોક્કસ વિચાર કરશે.












Click it and Unblock the Notifications
