For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૉરર ફિલ્મોના શોખીન કોરોના મહામારીના સમયમાં ઓછા હેરાન થયા, રિસર્ચ આવી સામે

એક નવી રિસર્ચ સામે આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના મહામારી દરમિયાન હૉરર ફિલ્મોના શોખીન લોકોને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના મહામારીએ આખી દુનિયાને પોતાની ચપેટમાં લઈ રાખી છે. મહામારીના કારણે ઘણા દેશોએ લૉકડાઉન લગાવી દીધા. હજુ પણ લોકો સોશિયલ ડિસ્ટંસીંગના નિયમોના કારણે માત્ર જરૂરી કામથી જ બહાર નીકળી રહ્યા છે. એવામાં લોકો શારીરિક જ નહિ પરંતુ માનસિક મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યા છે. આ દરમિયાન એક નવી રિસર્ચ સામે આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના મહામારી દરમિયાન હૉરર ફિલ્મોના શોખીન લોકોને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સાથે જ બીજા લોકોની તુલનામાં સારી રીતે મહામારી દરમિયાન મુશ્કેલીઓનો સામનો કર્યો.

હૉરર મૂવી જોનારાને ઓછો તણાવ

હૉરર મૂવી જોનારાને ઓછો તણાવ

ધ ઈન્ડીપેન્ડન્ટમાં છપાયેલ સમાચાર મુજબ ડેનમાર્કની આરહસ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ કમ્યુનિકેશન એન્ડ કલ્ચરે આ રિસર્ચ કર્યુ છે. રિસર્ચમાં 310 લોકો વિશે આંકડા મેળવવામાં આવ્યા. જેમાં જોવા મળ્યુ કે જે લોકો હૉરર ફિલ્મો જોવાનુ પસંદ કરે છે તેમને આ કોરોના મહામારી દરમિયાન છેલ્લા અમુક મહિનામાં ઓછો માનકિસ તણાવ સહન કરવો પડ્યો છે. રિપોર્ટ મુજબ હૉરર ફિલ્મોમાં ઓછા માનસિક તણાવનુ કદાચ એક કારણ એ પણ છે કે આ રીતની ફિલ્મો પોતાના દર્શકોને એક સુરક્ષિત માહોલમાં નકારાત્મક ભાવનાઓ સામે ડીલ કરવાનો અભ્યાસ કરવાનો મોકો આપે છે. હૉરર ફિલ્મ દરમિયાન એક સુરક્ષિત માહોલમાં નકારાત્મક ભાવનાઓનો અનુભવ કરવો અસલમાં આપણા દિમાગને ડર સામે લડવાની રણનીતિ બનાવવામાં મદદ કરે છે. આનાથી વાસ્તવિક જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિ આવવા પર શાંતિથી સામનો કરી શકે છે.

હૉરર કહાનીઓથી શીખવા મળે છે

હૉરર કહાનીઓથી શીખવા મળે છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જો કે લોકો ડરામણી ફિલ્મો માત્ર મનોરંજનના ઈરાદે જોવા જાય છે નહિ કે કંઈ શીખવા માટે તેમછતાં ડરામણી ફિલ્મો શીખવાના અવસર આપે છે. ફિક્શન સ્ટોરી પોતાના દર્શકોને દુનિયાનુ એક આભાસી વર્ઝન તૈયાર કરવામાં મદદ કરે છે. ફિક્શનના માધ્યમથી દર્શક એ સમજી શકે છે કે ખતરનાક શિકારીઓથી કેવી રીતે બચી શકાય. સામાજિક સ્થિતિઓને સમજવામાં મદદ મળે છે. સાથે જ લોકોના મનના વાંચવા અને ભાવનાઓ પર નિયંત્રણ કરવાનો અભ્યાસ કરી શકે છે.

અચાનકથી હૉરર ફિલ્મો જોવાનુ શરૂ ન કરો

અચાનકથી હૉરર ફિલ્મો જોવાનુ શરૂ ન કરો

સાથે જ રિસર્ચમાં એવા લોકોને ચેતવણી પણ આપવામાં આવી છે કે ડરામણી ફિલ્મો નથી જોતા. એવા લોકોને સલાહ આપવામાં આવી છે કે તમારા માનસિક સ્તરને મજબૂત કરવામાટે અચાનકથી હૉરર ફિલ્મો જોવાનુ શરૂ ન કરો. આનાથી વસ્તુઓ વધુ ખરાબ બની શકે છે. જો તમે પોતાની ભાવનાઓને નિયંત્રિત કરવામાં ધીમે ધીમે વિકાસ કરી રહ્યા હોય તો સારુ રહેશે કે તમે એવી ફિલ્મો જુઓ કે જે તમારી નજરમાં હૉરર ન હોય નહિકે એવી ફિલ્મોની લિસ્ટ ઉઠાવી લો જે સૌથી વધુ ડરામણી ફિલ્મો માનવામાં આવે છે.

PM મોદી આજે કરશે દુનિયાની સૌથી મોટી હાઈવે સુરંગનુ ઉદ્ઘાટન, જાણો ટનલની ખાસ વાતોPM મોદી આજે કરશે દુનિયાની સૌથી મોટી હાઈવે સુરંગનુ ઉદ્ઘાટન, જાણો ટનલની ખાસ વાતો

English summary
Fans Horror movies are doing better in coronavirus pandemic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X