For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farm Laws Repealed : અખિલેશ યાદવનો સવાલ- હવે કાયદા રદ્દ કરવાએ ખેડૂતોના હકમાં કઇ રીતે?

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે, "તેઓએ (કેન્દ્ર સરકાર) કહ્યું કે, ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

Farm Laws Repealed : શિયાળુ સત્રના પ્રથમ દિવસે વિપક્ષ દ્વારા ભારે હોબાળો વચ્ચે કૃષિ કાયદા રદબાતલ બીલ 2021 લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું છે. ગૃહની કાર્યવાહી બાદ વિપક્ષે આ મામલે સરકાર પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

Farm Laws Repealed

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે, "તેઓએ (કેન્દ્ર સરકાર) કહ્યું કે, ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે. સરકારે જણાવવું જોઈએ કે, જ્યારે ખેડૂતોએ આ આંદોલન શરૂ કર્યું ત્યારે ભાજપનું શું સ્ટેન્ડ હતું અને આજે જ્યારે ભાજપે કાયદો પાછો ખેંચી લીધો છે, ત્યારે તે ખેડૂતોની તરફેણમાં કેવી રીતે બન્યો?

અખિલેશે કહ્યું - યુપીના લોકો યોગી સરકાર નહીં પરંતુ યોગ્ય સરકાર ઈચ્છે છે

ગૃહની કાર્યવાહી બાદ અખિલેશ યાદવે મીડિયાની સામે કહ્યું કે, મૃત્યુ પામેલા 700 ખેડૂતોના પરિવારોને કોણ મદદ કરશે? સમાજવાદી પાર્ટીએ નિર્ણય કર્યો છે કે, જો ઉત્તર પ્રદેશમાં સરકાર બનશે, તો તે પરિવારોને 25 લાખ રૂપિયાથી સન્માનિત કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના લોકોને યોગી સરકાર નહીં, પણ યોગ્ય સરકાર જોઈએ છે. આગામી સમયમાં લોકો યોગ્ય સરકાર પસંદ કરશે.

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું

રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે આ કાયદાઓ રદ્દ કરવામાં આવ્યા છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે, ચર્ચા કર્યા વગર જ કૃષિ કાયદા પરત ખેંચી લેવામાં આવ્યા હતા. આ સરકાર ચર્ચા કરતા ડરે છે. રાહુલ ગાંધીએ ત્રણેય કૃષિ કાયદાને ખેડૂતો અને મજૂરો પર હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ ત્રણ કાયદા ખેડૂતો અને મજૂરો પર હુમલો છે, પરંતુ ખેડૂતો અને મજૂરોની મુશ્કેલીઓ એમએસપી, લોન માફી જેવી લાંબી યાદી છે. તેઓ હજૂ પણ તેમની માંગણીઓ છે, અમે તેમને સમર્થન આપીએ છીએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે, "તમે કહ્યું કે વડાપ્રધાને માફી માંગી, તેનો અર્થ એ થયો કે વડાપ્રધાને સ્વીકાર્યું કે, તેમની ભૂલને કારણે 700 ખેડૂતોના મોત થયા છે, તેમની ભૂલને કારણે આંદોલન થયું છે. જો તેઓએ ભૂલ સ્વીકારી છે, તો નુકસાનની ભરપાઈ પણ કરવી પડશે.

અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું?

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, "ગત વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં રાજકીય નુકસાન થયું હતું. જે કારણે કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ રદ્દ કરવાની ફરજ પડી છે."

English summary
akhilesh yadav statement after Parliament passes bill to repeal three farm laws.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X