For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmer Protest: સંસદનું વિશેષ સત્ર બોલાવવા પર વિચાર કરી રહી છે સરકાર, વિપક્ષની પણ માંગ

Farmer Protest: સંસદનું વિશેષ સત્ર બોલાવવા પર વિચાર કરી રહી છે સરકાર, વિપક્ષની પણ માંગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સિંધુ બોર્ડર પર કેડૂતોના આંદોલનનો આજે 12મો દિવસ છે અને ખેડૂતો સતત કૃષિ કાનૂનનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો કોઈપણ કિંમતે પોતાની માંગ સાથે સમજૂતી કરવા રાજી નથી અને મોદી સરકારે પણ આ વાતનો અંદાજો લગાવી લીધો છે. અત્યાર સુધીમાં ખેડૂતો અને મોદી સરકાર વચ્ચે પાંચ તબક્કામાં વાતચીત થઈ ચૂકી છે, પરંતુ હજી સુધી કોઈ પરિણામ નથી નિકળ્યું. જો કે સમાચાર છે કે સરકાર ખેડૂતોની માંગને જોતાં કૃષિ કાનૂનમાં સંશોધન પર વિચાર કરી રહી છે. જ્યારે બીજી તરફ ખેડૂતો આ કાનૂન રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે.

pm modi

વિરોધ ખતમ કરવા વિશેષ સત્ર બોલાવવામાં આવી શકે

ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ ખેડૂત આંદોલનને જોતાં સરકાર સંસદનું વિશેષ સત્ર બોલાવવા પર વિચાર કરી રહી છે. સરકારી સૂત્રો તરફથી આ જાણકારી આપવામાં આવી છે. ખેડૂતો સાથે ચાલી રહેલ ગતિરોધ ખતમ કરવા માટે સરકાર વિશેષ સત્ર બોલાવવા પર વિચાર કરી રહી છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે હાલ વિશેષ સત્ર બોલાવવા પર કોઈ અંતિમ ફેસલો લેવામાં નથી આવ્યો. વિપક્ષ પણ સરકાર પાસે વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી રહ્યો છે.

9 ડિસેમ્બરથી ફરી વાતચીત થશે

શું Pfizer કોવિડ-19 વેક્સીનને મંજૂરી મળી શકે છે? શું કહે છે નિયમ?શું Pfizer કોવિડ-19 વેક્સીનને મંજૂરી મળી શકે છે? શું કહે છે નિયમ?

જણાવી દઈએ કે શનિવારે ખેડૂતો અને સરકાર વચ્ચે થયેલ પાંચમા તબક્કાની વાતચીતમાં પણ કોઈ મહત્વનો નિર્ણય ના નિકળ્યો. આ બેઠકમાં પણ ખેડૂતો પોતાની માંગ પર અડ્યા રહ્યા. સરકાર તરફથી કાનૂનમાં સંશોધનનો પ્રસ્તાવ આપવામાં આવી રહ્યો છે જ્યારે ખેડૂતો આ કાનૂન જ રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે. હવે ફરી એકવાર ખેડૂતો અને સરકાર વચ્ચે 9 ડિસેમ્બરે છઠ્ઠા તબક્કાની વાતચીત થશે.

English summary
Farmer Protest: The government is considering convening a special session of Parliament
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X