કૃષિ કાયદાને રદ કરવા સિવાય જો ખેડૂતો પાસે કોઈ વિકલ્પ હોય તો અમે ચર્ચા માટે તૈયારઃ કૃષિ મંત્રી

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં કૃષિ કાયદાઓના મુદ્દે મીડિયા સાથે વાતચીત કરી. જાણો શું કહ્યુ.

નવી દિલ્લીઃ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં કૃષિ કાયદાઓના મુદ્દે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે જો ખેડૂત સંગઠન કૃષિ કાયદાને રદ કરવાના બદલે તેનો કોઈ વિકલ્પ આપવા માંગતો હોય તો અમે વાતચીત માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે સરકાર અને ખેડૂતો વચ્ચે કૃષિ કાયદા અંગે વાતચીત થઈ ચૂકી છે પરંતુ બંને વચ્ચે કોઈ સંમતિ થઈ શકી નથી.

narendra singh tomar

ખેડૂત સંગઠન જ્યાં એક તરફ કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે ત્યાં બીજી તરફ કેન્દ્ર સરકાર તેને પાછો લેવાના નિર્ણય પર અડગ છે. કૃષિ કાયદા વિશે ખેડૂત સંગઠન છેલ્લા લગભગ 6 મહિનાથી દિલ્લીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોએ પીએમ મોદીને પત્ર લખીને કૃષિ કાયદા મુદ્દે વાતચીત કરવા માટે કહ્યુ હતુ. કૃષિ કાયદાને રદ કરવા અંગે લાંબા સમયથી દિલ્લીની બૉર્ડર પર ચાલી રહેલ ખેડૂત આંદોલનને તેજ કરવાની રણનીતિ પર ચર્ચા કરવા માટે આજે ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકેતે કોલકત્તામાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે પણ મુલાકાત કરશે.

ખાદ્ય તેલની કિંમતો વધવાથી ખેડૂતોને ફાયદો

તમને જણાવી દઈએ કે ખેડૂત સંગઠનોને ડર છે કે આ કૃષિ કાયદાઓ દ્વારા કેન્દ્ર સરકાર મોટી કંપનીઓના ભારત આવવાના માર્ગને મોકળો બનાવી રહી છે જે નાના ખેડૂતો માટે મોતની ઘંટીની જેમ હશે. કૃષિ મંત્રીએ સરસિયાના તેલના વધતા ભાવો વિશે કહ્યુ કે સરસિયાના તેલની કિંમતો વધી ગઈ છે કારણકે સરકારે શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે તેલમાં મિલાવટ બંધ કરી દીધી છે. આ નિર્ણયથી ખેડૂતોને ફાયદો થશે. તેમણે આગળ કહ્યુ કે ખાદ્ય તેલની કિંમતો પર સરકારની નજર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X