CM કેજરીવાલે દિશા રવિની ધરપકડને ગણાવી લોકતંત્ર પર હુમલો,પૂછ્યુ - શું ખેડૂતોનુ સમર્થન ગુનો છે?
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વટ કરીને લખ્યુ કે 21 વર્ષની યુવતી દિશા રવિની ધરપકડ ભારતીય લોકતંત્ર પર હુમલો છે.
Arvind Kejriwal on Disha Ravi: ખેડૂતોનુ આંદોલન છેલ્લા 82 દિવસોથી ચાલુ છે. ગયા ગણતંત્ર દિવસ પર ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી હતી. આ દરમિયાન રાજધાની દિલ્લીમાં જોરદાર હિંસા થઈ. ત્યારબાદ રિહાના, પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ, મિયા ખલિફા સહિત ઘણી હસ્તીઓએ આ આંદોલનનુ સમર્થન કર્યુ. આ દરમિયાન ગ્રેટાએ ભૂલથી આંદોલન સાથે જોડાયેલ એક ટુલકિટ શેર કરી દીધુ હતુ. જો કે બાદમાં તેણે તેને ડિલીટ કરી દીધુ. દિલ્લી પોલિસ આ ટૂલકિટને હિસા ભડકાવનાર માની રહી છે. સાથે જ આમાં શામેલ લોકોની ધરપકડનો પણ સિલસિલો શરૂ થઈ ગયો છે.

દિલ્લી પોલિસની સાઈબર સેલે 13 ફેબ્રુઆરીએ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કરી હતી. તેના ઉપર ખાલિસ્તાન મૂવમેન્ટનો પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો. જો કે આ ધરપકડ પર હવે રાજકારણ શરૂ થઈ ગયુ છે. સોમવારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વટ કરીને લખ્યુ કે 21 વર્ષની યુવતી દિશા રવિની ધરપકડ ભારતીય લોકતંત્ર પર હુમલો છે. શું આ દેશમાં ખેડૂતોનુ સમર્થન કરવુ ગુનો છે?
શું કહી રહી છે દિલ્લી પોલિસ?
દિશા રવિની ધરપકડ બાદ રવિવારે દિલ્લી પોલિસે એક પ્રેસ કૉ્ફરન્સ કરી હતી. પોલિસના જણાવ્યા મુજબ આ ટૂલકિટ મામલા દ્વારા ભારતમાં ખાલિસ્તાન મૂવમેન્ટને ફરીથી જીવંત કરવાની કોશિશ કરવામાં આવી. આ ઉપરાંત તેમને દિશાના ખાલિસ્તાન સમર્થક પૉએટીક જસ્ટીસ ફાઉન્ડેશન સાથે દેશ વિરોધી પ્રચાર કરવાની માહિતી મળી હતી. જેના કારણે દિશાએ ટૂલકિટનુ ગૂગલ ડૉક્યુમેન્ટ બનાવ્યુ અને તેને વાયરલ કર્યુ. જો કે દિશાનુ કહેવુ છે કે તેણે ટૂલકિટની બે લાઈનોને એડિટ કરી છે જ્યારે પોલિસનુ માનવુ છે કે ઘણા વાર તેને એડિટ કરવામાં આવી.
શું છે ટૂલકિટ?
ટૂલકિટનો ઉપયોગ સામાન્ય રીતે કોઈ પણ આંદોલનને આગળ વધારવા માટે થતો હોય છે એટલે કે તમે આનો આંદોલનનો હિસ્સો માની શકો છો. પહેલા તો દિવાલો પર પોસ્ટર લગાવીને કે કાગળો વહેંચીને લોકોને આંદોલનની માહિતી આપવામાં આવતી હતી પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે સોશિયલ મીડિયા દ્વારા બધી માહિતીને શેર કરવામાં આવે છે. ટૂલકિટમાં જણાવવામાં આવે છે કે તમે આંદોલનના સમર્થનમાં શું લખી શકો છો, કયા હેશટેગ ઉપયોગ થશે. કયા સમયે કેવુ ટ્વિટ કરવાથી આંદોલનને ફાયદો થશે. આ ટૂલકિટનો ઉપયોગ આંદોલનકારી જ નહિ પરતુ રાજકીય પાર્ટીઓ અને સામાજિક સંગઠન પણ કરે છે.












Click it and Unblock the Notifications
