For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmers Protests: આજથી ખોલવામાં આવ્યો NH-24નો એક હિસ્સો, દિલ્લી પોલિસે કહી આ વાત

આજની સવાર આ લોકો માટે રાહત લઈને આવી છે કારણકે દિલ્લી પોલિસે NH-24ના દિલ્લીથી ગાઝિયાબાદ જતા ભાગને આજથી ખોલી દીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નવા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલ ખેડૂતોના આંદોલનને ત્રણ મહિનાથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ ના તો ખેડૂત અને ના સરકાર કોઈ પણ પોતાની વાતથી ટસથી મસ નથી થઈ રહ્યા. એટલુ જ નહિ ખેડૂત આંદોલનના કારણે ત્રણ મહિનાથી વધુ સમયથી ગાઝીપુર બૉર્ડર પર NH-24ને પણ બંધ કરવામાં આવ્યો હતો જેના કારણે ગાઝિયાબાદ અને નોઈડાથી આવતા-જતા લોકોને મોટી મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ આજની સવાર આ લોકો માટે રાહત લઈને આવી છે કારણકે દિલ્લી પોલિસે NH-24ના દિલ્લીથી ગાઝિયાબાદ જતા ભાગને આજથી ખોલી દીધો છે.

highway

આ વિશે મીડિયા સાથે વાત કરીને દિલ્લી પોલિસે કહ્યુ કે અમે ગાઝિયાબાદ જિલ્લા પ્રશાસનને સલાહ-સૂચન કર્યા બાદ અને ગાઝીપુર બૉર્ડર પર કાયદો-વ્યવસ્થાની લેટેસ્ટ સ્થિતિને જોતા તેમજ જનતાની સુવિધાનુ ધ્યાન રાખીને દિલ્લીથી ગાઝિયાબાદ તરફ જતા NH-24ના માર્ગને ખોલવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે ખેડૂતોનુ આંદોલન કૃષિ કાયદાના વિરોધમાં સતત ચાલુ છે. એક દિવસ પહેલા જ ખેડૂત નેતા રાકેશ ટિકેતે એક મહાપંચાયતને સંબોધિત કરીને કહ્યુ કે જ્યાં સુધી સરકાર ત્રણે કાયદા પાછા નહિ લે ત્યાં સુધી ખેડૂતોની ઘર વાપસી નહિ થાય. અમને સુધારા ન જોઈએ. અમે બસ એ જ ઈચ્છીએ છીએ કે સરકાર નવા કૃષિ કાયદા ખતમ કરી દે.

સરકારે કોઈ સલાહ-સૂચન વગર કાયદા બનાવ્યા છે અને હવે અમને પૂછી રહ્યા છે કે કાયદામાં ખામી શું છે? આ કાયદા ગરીબ ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવી લેશે. સરકારે કોઈ પણ સંજોગોમાં તેને રદ કરવા જ પડશે. ટિકેતે કહ્યુ કે સરકાર ભૂખ પર વેપાર કરવા માંગે છે પરંતુ એવુ નહિ થાય, અમે એવુ નહિ થવા દઈએ. ત્રણે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો એકજૂટ છે અને તેને સરકારે પાછા લેવા જ પડશે. સરકારે એમએસપીની ગેરેન્ટી આપવી પડશે. જ્યાં સુધી અમારી માંગો પૂરી નહિ થાય, આ આંદોલન આમ જ ચાલતુ રહેશે.

ખાનગીકરણના વિરોધમાં બેંકોની આજે અને કાલે રાષ્ટ્રવ્યાપી હડતાળખાનગીકરણના વિરોધમાં બેંકોની આજે અને કાલે રાષ્ટ્રવ્યાપી હડતાળ

English summary
Farmers Protest: The carriageway of NH-24 going towards Ghaziabad from Delhi has been opened.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X