સંસદની અંદર અને બહાર દબાવવામાં આવ્યો ખેડૂતોનો અવાજઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ઉપસભાપતિ પર નિશાન સાધ્યુ છે.

નવી દિલ્લીઃ સંસદના ચોમાસુ સત્રમાં મોદી સરકાર કૃષિ સંબંધિત ત્રણ બિલ લઈને આવી હતી. વિપક્ષના વૉકઆઉટ કરવાના કારણે આ બિલ લોકસભામાં સરળતાથી પાસ થઈ ગયુ પરંતુ રાજ્યસભાએ જોરદાર હોબાળો કર્યો. આ દરમિયાન ઉપસભાપતિએ આને ધ્વનિમતથી પાસ કરી દીધુ. જેના માટે તેમણે હવે સફાઈ આપી છે. સભાપતિની સફાઈ પર પલટવાર કરીને રાહુલ ગાંધીએ આને લોકતંત્રની હત્યા ગણાવી છે.

rahul gandhi

વાસ્તવમાં રાજ્યસભાના ઉપ સભાપતિ હરિવંશ નારાયણ સિંહે કહ્યુ કે જ્યારે કૃષિ સંબંધિત બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યુ તો મત વિભાજનની માંગ વિપક્ષી દળોના સાંસદોએ પોતાની સીટથી નહોતી ઉઠાવી. તે સતત વેલમાં આવીને હોબાળો કરી રહ્યા હતા. ઉપસભાપતિના જણાવ્યા મુજબ તેમણે નિયમ મુજબ માંગ સીટ પરથી ઉઠાવી હોત તો મતદાન કરવા દેત. વળી, અંગ્રેજી વર્તમાનપત્ર ઈન્ડિયન એક્સપ્રેસનો દાવો છે કે સંસદમાં 15 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી ત્યારે ડીએમકેના તિરુચી સિવા અને સીપીએમના કેકે રમેશ મત વિભાજનની માંગ દરમિયાન પોતાની સીટ પર જ હતા.

હવે આ સમાચારને શેર કરીને રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ઉપસભાપતિ પર નિશાન સાધ્યુ છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે કૃષિ કાયદો આપણા ખેડૂતો માટે મોતની સજા છે. તેમના અવાજને સંસદની અંદર અને બહાર દબાવી દેવામાં આવે છે. આ બધી વસ્તુઓ એ વાતનો પુરાવો છે કે ભારતમાં લોકતંત્ર મરી ચૂક્યુ છે. વળી, બીજી તરફ આ નવા કાયદાના વિરોધમાં ખેડૂતોનુ આંદોલન ચાલુ છે. આશા રાખવામાં આવી રહી છે કે રાહુલ ગાંધી આ સપ્તાહે પંજાબમાં ખેડૂતોની રેલીમાં શામેલ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X