Punjab AAP : કપાસને નહેરનું પાણી મળવાથી ખેડૂતોને થશે લાભ, ભગવંત માને આપી જાણકારી
Punjab AAP : પંજાબ રાજ્યના ખેડૂતોને મોટી રાહત આપતા મુખ્યમંત્રી ભગવંત માને ખેડૂતોને મળતા પાક નુકસાન વળતરમાં 25 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ સાથે મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, 1 એપ્રિલથી ખેડૂતોને કપાસના પાક માટે નહેરનું પાણી આપવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની કપાસ વિસ્તારમાં નહેરનું પાણી આપવામાં આવશે, જેનાથી કપાસની ખેતીને મોટા પ્રમાણમાં લાભ મળશે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, વાવણીની મોસમમાં કપાસના ખેડૂતોને પાણી આપવું એ સમયની જરૂરિયાત છે. કૃષિને નફાકારક વ્યવસાય બનાવવા રાજ્ય સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ સંદર્ભે અનેક નિર્ણયો લઈ રહી છે. ખેડૂતોને ઘઉં/ડાંગરના ચક્રમાંથી બહાર કાઢવા અને રાજ્યના ભૂગર્ભ જળને બચાવવા માટે વૈકલ્પિક પાક માટે લઘુત્તમ ટેકાના ભાવો આપવામાં આવી રહ્યા છે.
ભગવંત માને જણાવ્યું હતું કે, કૃષિ સંલગ્ન વ્યવસાયોને પ્રોત્સાહિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેમણે અધિકારીઓને નુકસાનના અહેવાલો વહેલામાં વહેલી તકે સુપરત કરવામાં આવે તેની ખાતરી કરવા જણાવ્યું છે, જેથી અસરગ્રસ્ત લોકોને સરકારી નિયમો મુજબ યોગ્ય વળતર આપવામાં આવે. તેમણે લોકોને ખાતરી આપી હતી કે, સરકાર પ્રકૃતિના વિનાશથી તેમના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે.
ભગવંત માને જણાવ્યું હતું કે, રાજ્યમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે ખેડૂતો અને મજૂરોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેમણે અધિકારીઓને નુકસાનના અહેવાલો વહેલામાં વહેલી તકે સુપરત કરવામાં આવે, તેની ખાતરી કરવા જણાવ્યું છે, જેથી અસરગ્રસ્ત લોકોને સરકારી નિયમો મુજબ યોગ્ય વળતર આપવામાં આવે. તેમણે લોકોને ખાતરી આપી હતી કે, સરકાર પ્રકૃતિના વિનાશથી તેમના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે.
ભગવંત માને જણાવ્યું હતું કે, રાજ્યમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે ખેડૂતો અને મજૂરોને થયેલા નુકસાનની ભરપાઈ માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
