Punjab News : 28 ફેબ્રુઆરી સુધી ખેડૂતોને મળશે આ લાભ, પંજાબ સરકારે કરી પહેલ

Punjab News : કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, સબ-મિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન (SAMAM) યોજના હેઠળ રાજ્યમાં કૃષિ મશીનરીને પ્રોત્સાહન આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભાગવંત માનના નેતૃત્વવાળી પંજાબ સરકાર રાજ્યના ખેડૂતોને વિવિધ કૃષિ યંત્રોની ખરીદી અને કસ્ટમ હાયરિંગ સેન્ટર સ્થાપિત કરવા માટે સબસિડી પણ આપવામાં આવશે. આ જાણકારી પંજાબના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે આપી છે.

પંજાબના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતો વ્યક્તિગરૂપે કસ્ટમ હાયરિંગ કેન્દ્ર સ્થાપિત કરવના માટે 28 ફેબ્રુઆરી, 2023 સુધી વિભાગની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી આ સબસિડીનો લાભ મેળવી શકે છે.

Punjab government

કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, સબ-મિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન (SAMAM) યોજના હેઠળ રાજ્યમાં કૃષિ મશીનરીને પ્રોત્સાહન આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ યોજના હેઠળ ખેડૂતો વ્યક્તિગત રીતે અને કસ્ટમ હાયરિંગ કેન્દ્રો, પંચાયતો, સહકારી મંડળીઓ, ગ્રામીણ સાહસિકો, ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO), રજિસ્ટર્ડ ખેડૂત જૂથો વગેરે હેઠળ મશીનો પર સબસિડી મેળવી શકે છે.

કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, 10 લાખ, 25 લાખ, 40 લાખ અને 60 લાખ વગેરેના ખર્ચે સ્થાપિત કસ્ટમ હાયરિંગ સેન્ટરની વિવિધ કેટેગરી મશીનની ખરીદી પર સબસિડીનો લાભ મેળવી શકશે.

આ સાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે જણાવ્યું હતું કે, સબસિડીનો દર સામાન્ય કેટેગરી માટે 40 ટકા, વિશેષ ઘટક માટે 50 ટકા અને કસ્ટમ હાયરિંગ કેન્દ્રો માટે 40 ટકા હશે.

રાજ્યના ખેડૂતો અને ખેડૂતો સાથે સંબંધિત વિવિધ જૂથોને મશીનની ખરીદી પર સબસિડીનો લાભ લેવા અને ખેતીમાં યાંત્રિકીકરણ અપનાવવા આહવાન કરતાં ધાલીવાલે જણાવ્યું હતું કે, યાંત્રિકીકરણ અપનાવીને ખેડૂતો તેમની આવકમાં વધારો કરી શકે છે.

ધાલીવાલે જણાવ્યું હતું કે, ખેડૂતો સબસિડી વિશે વધુ માહિતી માટે તેમના જિલ્લાના મુખ્ય કૃષિ અધિકારીને પણ મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X