આજે એન્જિન વિનાની 'ટ્રેન 18'નું પહેલું ટ્રાયલ થશે, 150 કિમીની ઝડપે દોડશે
આજે એન્જિન વિનાની 'ટ્રેન 18'નું પહેલું ટ્રાયલ થશે
નવી દિલ્હીઃ એન્જિન વિના ચાલટી 'ટ્રેન 18'નું પહેલું ટ્રાયલ રન આજે મુરાદાબાદમાં કરવામાં આવશે. કેટલીય સુવિધાઓથી સજજ દેશની સૌથી તેજ ચાલતી ટ્રેન 18નું આજે બરોલી-મુરાદાબાદ સેક્શન પર સ્ટેન્ડર્સ રેલવે ટ્રેક પર પહેલું ટ્રાયલ હશે. આના માટે ટ્રેનની સાથોસાથ રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશનની ટીમ પણ મુરાદા પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે ટ્રેન 18 દેશની પહેલી એન્જિન વિનાની ટ્રેન છે અને સૌથી વધુ ઝડપે ચાલતી ટ્રેન છે.

આજે ટ્રેનનું પહેલું ટ્રાયલ કરાશે
ટ્રેન 18ને મુરાદાબાદ-બરેલી સેક્શન પર 150 કિમી પ્રતિ કલાકની સ્પીડમાં પહેલા ટ્રાયલ માટે લાવવામાં આવશે. 150 કિમી પ્રતિ કલાકની સ્પિડે ટ્રાયલ બાદ કોટા અને સવાઈ મધોપૂર વચ્ચે ટ્રેનનું 160 કિમી પ્રતિ કલાકની રફતારનું ફાઈનલ ટ્રાયલ કરવામાં આવસે. ટ્રેન 18 પોતાની પહેલી સફર દિલ્હી-ભોપાલ વચ્ચે સર કરશે.

18 મહિનામાં તૈયાર થઈ ટ્રેન
રેલવે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાનીએ ટ્રેનના ઉદ્ઘાટન પર કહ્યં હતું કે આ ગર્વની વાત છે કે ભારતે પહેલી વાર આવી ટ્રેન બનાવી છે અને આઈસીએફે આને 18 મહિનાની અંદર પૂરી કરી છે. 2018-19 દરમિયાન બીજી એક ટ્રેન બનાવી લેવામાં આવશે અને 2019-20 સુધીમાં બીજી ચાર આવી ટ્રેન બનાવી લેવામાં આવશે.

શતાબ્દીની જગ્યા લેશે ટ્રેન 18
ટ્રેન 18નું નિર્માણ મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ઈંટિગ્રલ ટ્રેક્શન પર સેલ્ફ-પ્રોપેલ્ડ ચાલશે. ઈન્ટર સિટી ટ્રાવેલને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે ટ્રેન 18 લાવવામાં આવી રહી છે. શતાબ્દીના મુકાબલે સફરને 15 ટકા સુધી ઘટાડો કરી નાખશે.

યાત્રીઓ માટે કેટલીય સુવિધા
આ સેમી હાઈ-સ્પીડ ટ્રેનમાં ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા અને સીડીઓ પણ હશે. યાત્રીઓના મનોરંજન માટે વાઈ-ફાઈ અને ઈન્ફોટેનમેન્ટની સુવિધા પણ આપવામાં આવી છે. આ ઉપરાંત જીપીએસ, બાયો-વેક્યૂમ સિસ્ટમની સાથે મૉડ્યૂલર ટૉયલેટ અને ગ્લાસ વિંડો ટ્રેનમાં આપવામાં આવ્યા છે. આ પૂરી ટ્રેન એસી ચેર કાર હશે, જેમાં યાત્રીઓ માટે આરામદાયક ખુરશીઓ અને દિવ્યાંગો માટે એક કોચમાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
