પાક.ની નાપાક હરકત, 25 સ્થળોએ કર્યું ફાયરિંગ
શ્રીનગર, 19 ઓક્ટોબર: જમ્મુ સ્થિત આતંરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાને ફરીથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. શુક્રવારે રાત્રે જમ્મુમાં સીમા પર 25 અલગ-અલગ સ્થળો પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવી. આ ફાયરિંગમાં બીએસએફની ચોકીઓને નિશાનો બનાવવામાં આવ્યો છે. જ્યારે એક ઘુસણખોરને સાંભામાં ઠાર મરાયો છે. જ્યારે પરાગવાલ સેક્ટરમાં બે બીએસએફના જવાન ઘાયલ થયા છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં પાંચવાર સંઘર્ષવિરામ તોડનાર પાકિસ્તાની રેંઝર્સે જમ્મુ અને સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમા પર આરએસ પુરા, પરગલ, સાંબા વિસ્તારમાં સરહદી ચોકીઓ અને પોશ વિસ્તારોમાં ગોળીબાર કર્યો. ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસોથી સતત સરહદ પર પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન જારી છે.

ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર સ્થિતિનું નિરિક્ષણ લેવા માટે એક દિવસીય યાત્રા દરમિયાન હીરાનગર, સાંબા, અને આરએસપુરા વિસ્તારોની મુલાકાત લેશે. સીમા પર વારંવાર પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવાના કારણે સ્થિતિ અત્યંત તણાવભરી બનેલી છે.












Click it and Unblock the Notifications
