કૃણાલ તો ના મળી પણ તેના માતા-પિતા મળી રાહત

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કૃણાલ તો ના મળી પણ તેના માતા-પિતા મળી રાહત

કૃણાલ તો ના મળી પણ તેના માતા-પિતા મળી રાહત

જાણીતા આરજે કૃણાલ દેસાઇની પત્ની ભૂમિ દેસાઇ આત્મહત્યા કેસમાં કૃણાલના માતા-પિતાને કોર્ટે 10 હજારના બોન્ડ અને ગુજરાત ના છોડવાના શરતી મંજૂરી સાથે જામીન આપ્યા છે. કૃણાલ તો હાલ સાબરમતી જેલમાં છે પણ કૃણાલના માતા-પિતાને આ કેસમાં હાલ રાહત મળી છે.

બીજી એક ભૂમિએ રાજકોટમાં લગાવી મોતની છલાંગ

બીજી એક ભૂમિએ રાજકોટમાં લગાવી મોતની છલાંગ

રાજકોટમાં 25 વર્ષીય પરણિતા ભૂમિ વાળાએ એક એપોર્ટમેન્ટના 12માં માળે તે કૂદીને આપધાત કર્યો છે. તેની પાસેથી મળી આવેલી એક સુસાઇડ નોટમાં તેણે જણાવ્યું છે કે સંતાન સુખ ન આપવાના કારણે સાસરિયાઓના ત્રાસે તેને આ અંતિમ પગલું ભરવા માટે મજબૂર કરી છે. 3 વર્ષના લગ્નજીવન બાદ ગોંડલ રોડના રાધે હાઇટ્સ બિલ્ડિંગ પરથી કૂદીને ભૂમિએ આત્મહત્યા કરી હતી. ત્યારે પોલિસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

રજની પટેલે કહ્યું સમાધાન પાક્કુ, પાટીદાર આંદોલન થયું પૂર્ણ

રજની પટેલે કહ્યું સમાધાન પાક્કુ, પાટીદાર આંદોલન થયું પૂર્ણ

રાજ્યના ગૃહમંત્રી રજની પટેલે દાવો કર્યો છે કે ગુજરાત સરકાર અને પાટીદારો વચ્ચે સમાધાન થયું છે તે હેઠળ રાજ્ય સરકારે વધુ 17 કેસો પણ પાછા ખેંચ્યા છે. અને આ સાથે જ પાટીદાર આંદોલન પણ પૂર્ણ થયું છે તેવી વાત રજની પટેલે ઉચ્ચારી હતી.

જનતાએ કરી રેડ ઉત્તર ગુજરાતમાં દેશી અડ્ડાનો કર્યો સફાળો

જનતાએ કરી રેડ ઉત્તર ગુજરાતમાં દેશી અડ્ડાનો કર્યો સફાળો

ઉત્તર ગુજરાતના પાલનપુર, મોઢેરા અને મોડાસા જેવા શહેરામાં ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનો દ્વારા જનતા રેડ પાડીને લગભગ 12 જેટલા દેશી દારૂના અડ્ડા તોડી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ઓબીસી એકતા મંચ દ્વારા અમદાવાદમાં વ્યસનમુક્તિ મહાકુંભ બાદ ઠાકોર સેનાએ દારૂબંધી દૂર કરવા આ પગલા ભર્યા છે.

હાર્દિક પટેલે આનંદી બેનના આ પગલાને આવકાર્યું

હાર્દિક પટેલે આનંદી બેનના આ પગલાને આવકાર્યું

હાર્દિક પટેલ જેલમાં વધુ એક પત્ર લખીને આનંદીબેન અને ગુજરાત સરકાર દ્વારા જે પાટીદારો સમક્ષ કેસો રાજ્ય સરકારે પરત લીધા છે તે પગલાને આવકાર્યું છે. અને સાથે જ કહ્યું છે કે 2017ની ચૂંટણીમાં જો તમારે જીવતું હોય તો તમારે અમારી માંગણીઓ સંતોષવી જ રહી.

ડોક્ટરની બેદરકારીના લીધે 7 દર્દીઓની આંખો ગઇ

ડોક્ટરની બેદરકારીના લીધે 7 દર્દીઓની આંખો ગઇ

ઉત્તરપ્રદેશના વારાણસીમાં ડોક્ટરની બેદરકારીના કારણે વારાણસીની જાણીતી સર સુંદરલાસ હોસ્પિટલના સાત દર્દીઓને પોતાની આંખો ગુમાવી પડી. ખોટા ઇજેક્શનના આપવાના કારણે આ લોકોની આંખો હંમેશા માટે ચાલી ગઇ.

મહેસાણાના નાગલપુર કોલેજમાં વિદ્યાર્થીની પર થયો એસિડ અટેક

મહેસાણાના નાગલપુર કોલેજમાં વિદ્યાર્થીની પર થયો એસિડ અટેક

મહેસાણાની નાગલપુર કોલેજમાં કોલેજ કેમ્પસ પર જ સોમવારે એક વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીની પર એસિડ ફેંકતા ચકચાર થાઇ છે. વિદ્યાર્થીનીનો ચહેરો ગંભીર રીતે બળી ગયો છે જે બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અને પોલિસે એસિડ ફેંકનાર વિદ્યાર્થીને પકડી વધુ તપાસ હાથ ધરી છે.

બીજેપી-પીડીપીને સરકાર બનાવવા મામલે મળ્યું અલ્ટીમેટમ

બીજેપી-પીડીપીને સરકાર બનાવવા મામલે મળ્યું અલ્ટીમેટમ

જમ્મુ કાશ્મીર સરકારના મુખ્યમંત્રીને લઇને જ્યાં હજી સુધી બીજેપી-પીડીપી કોઇ નિર્ણય પર નથી પહોંચી ત્યાં જ સોમવારે રાજ્યપાલ બન્ને પાર્ટીઓને આ મામલે અલ્ટીમેટમ આપ્યું છે. રાજ્યપાલ એનકે વોહરાએ બન્ને પાર્ટીઓને આ મામલે પોતાનો નિર્ણય સ્પષ્ટ કરવાનું કહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X