19 ફેબ્રુઆરીના ટોપ ન્યૂઝ. રાજ્ય અને દેશના સંક્ષિપ્ત સમાચાર

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

વિજય રૂપાણી બન્યા ભાજપ પ્રદેશ અધ્યક્ષ

વિજય રૂપાણી બન્યા ભાજપ પ્રદેશ અધ્યક્ષ

છેવટે ભાજપને મળી ગયો તેનો પ્રદેશ પ્રમુખ. મુખ્યમંત્રી આનંદીબેન, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પુરુષોત્તમ રૂપાલા જેવા વરિષ્ઠ ભાજપા નેતાઓની હાજરીમાં પ્રદેશના ભાજપ અધ્યક્ષ બન્યા વિજય રૂપાણી. આ કાર્યક્રમમાં રૂપાણી કહ્યું કે તે આધુનિક ટેકનોલોજી દ્વારા પક્ષનો પ્રચાર પસાર કરીને પક્ષને આગળ લાવશે.

અન્નત્યાગ પછી હાર્દિકની તબિયત માટે વોચ ગોઠવાઇ

અન્નત્યાગ પછી હાર્દિકની તબિયત માટે વોચ ગોઠવાઇ

17 ફેબ્રુઆરીથી હાર્દિક પટેલ અનાજનો ત્યાગ કરતા આજે તબીબીઓની એક ટૂકડી હાર્દિકની તપાસ કરવા પહોંચી હતી. પણ હાર્દિકે કોઇ પણ પ્રકાર તપાસ કરવાની ના પડતા તેની પર જેલ દ્વારા વોચ રાખવામાં આવી છે. જેથી તબિયત લથડતા યોગ્ય સારવાર આપી શકાય.

પાટીદારોએ કહ્યું ક્યાં ગયા રાહુલ ગાંધી?

પાટીદારોએ કહ્યું ક્યાં ગયા રાહુલ ગાંધી?

પાટીદાર અનામત આંદોલનના નેતા વરુણ પટેલે આજે મીડિયા સમક્ષ એક પ્રેસકોન્ફર્ન્સ યોજીને કોંગ્રેસને પોતાનો પક્ષ સ્પષ્ટ કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે કહ્યું છે કે જેએનયૂના વિદ્યાર્થી પર રાષ્ટ્રદોહનો આરોપ લાગતા રાહુલ ગાંધી તરત જ તેને મળવા ગયા હતા. ત્યારે આટલા દિવસથી હાર્દિક પટેલ અને પાટીદાર સમાજ અનામત માટે લડી રહ્યો છે ત્યારે કેમ કોંગ્રેસ ઉપાઅધ્યક્ષ ગુજરાત તરફ ફરકતા નથી. વરુણ પટેલે વધુમાં કહ્યું કે સ્થાનિક ચૂંટણીમાં પટેલો કોંગ્રેસીઓના પક્ષમાં મતદાન કર્યું છે ત્યારે આજે કોંગ્રેસ કેમ આટઆટલું થયું હોવા છતાં કંઇ બોલતી નથી.

ફ્રિડમની બુકિંગ ફરી શરૂ, કંપની પર સરકારની નજર

ફ્રિડમની બુકિંગ ફરી શરૂ, કંપની પર સરકારની નજર

દુનિયાના સૌથી સસ્તા ફોન ફ્રિડમ 251ની સાઇટ ક્રેશ થઇ ગયા બાદ આજે ફરી તેનું પ્રી બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જો કે સરકારને આ ફોનના વેચાણમાં કૌભાંડની પણ શંકા હોવા કારણએ ટેલિકોમ મિનિસ્ટ્રીએ આ કંપનીની ગતિવિધિઓ પર પોતાની નજર બનાવીને રાખી છે. અને તેની પાસેથી રિપોર્ટ પણ મંગાવ્યો છે.

હિટ એન્ડ રન કેસ, વધી શકે છે સલમાન ખાનની મુશ્કેલીઓ

હિટ એન્ડ રન કેસ, વધી શકે છે સલમાન ખાનની મુશ્કેલીઓ

શુક્રવારે સર્વોચ્ચ અદાલતે સુપરસ્ટાર સલમાન ખાન સાથે જોડાયેલા હિટ એન્ડ રન કેસ મામલે નોટિસ જાહેર કરી છે. મહારાષ્ટ્ર સરકારે હાઇકોર્ટના નિર્ણયની સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી છે. નોંધનયી છે કે 2002માં સલમાન ખાનની કાર દ્વારા ફૂટપાથ પર સૂતેલા કેટલાક લોકોને કચડવામાં આવ્યા હતા. જેમાં એક વ્યક્તિની મોત થઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X